બંદોબસ્તના બણગા ફૂંકતી પોલીસને ગાયો ભરેલી ટ્રક કેમ ન દેખાયો !! : ગૌસેવકોએ જીવના જોખમે ગૌ વંશને બચાવ્યું

0
1324

માણાવદરથી મહારાષ્ટ્ર ક્રૂરતાપૂર્વક લઇ જવાતી ૯ ગાયોને ગૌ સેવકોએ બચાવી

ગોંડલ. નેશનલ હાઈવે પરથી ગૌવંશ ભરેલ ટ્રકનો પીછો કરી યુધ્ધ એજ કલ્યાણ ગૃપનાં મેમ્બર તથા ગૌસેવકોએ ચોટીલા પાસે ટ્રકને આંતરી લઇ નવ ગાયોને બચાવી પોલીસને જાણ કરી હતી.
ગોંડલ સાટોડીયા સોસાયટીમાં રહેતાં અને યુધ્ધ એજ કલ્યાણ ગૃપનાં સક્રીય સભ્ય પૃથ્વી યોગેશભાઈ જોષીને માણાવદર તરફથી જીજે.ઓ4-7366 નાં ટ્રકમાં ગાયો ભરી મહારાષ્ટ્ર ધુલીયા ધકેલાઇ રહ્યાંની બાતમી મળતાં ગૌસેવકો હાઇવે પર વોચ રાખી બેઠાં હતા, ત્યારે ટ્રક ઝડપથી પસાર થયો હતો અને દલસુખભાઇ અજાડીયા તથા જયદિપભાઇ ખાચર ને જાણ કરાતાં ચોટીલા ચામુંડા પોલીસ ચોકી પાસે ટ્રક ઝડપાઈ જતાં ટ્રકનાં ઠાઠામાં તાલપત્રી નીચે બાંધી રખાયેલી નવ જેટલી ગાયને મુકત કરાઇ હતી. ચોટીલા પોલીસે ટ્રક ડ્રાઇવર માણાવદરનાં ખાંભલાનાં ભાવેશ બાવાજી તથા કાર્તિક નામના શખ્સની અટક કરી પુછપરછ કરતાં માણાવદર થી કરશન રબારી તથા ધોરાજી નાં મહેબુબ આમદ મતવાએ ૯ ગાયો ભરી ધૂલીયા મોકલાઇ રહયાંનું જણાવતાં ચોટીલા પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પરંતુ એક મહત્વનો પ્રશ્ન એ છે કે, હાલમાં સમગ્ર રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે અનેક જગ્યાએ પોલીસે સુરક્ષાએ કારણોસર રાવટીઓ અને ચેકપોસ્ટો ઉભી કરી છે ત્યારે અનેક વાહનોમાં ગેરકાયદે પ્રવૃતિઓનું પરિવહન થાય છે. અને આ બાબતમાં તો ૯ ગાયો લઈને જતા વાહનની માણાવદરથી નીકળ્યા બાદ એકપણ પોલીસ ચેકપોસ્ટ તપાસણી કરી છે કે કેમ? જો કરી છે તો ગેરકાયદે ગાયો ભરીને નીકળેલા વાહનને શા માટે જવા દેવામાં આવ્યું તે પણ પોલીસ માટે ખુબ મોટો પ્રશ્ન છે.જો આ બાબતે યોગ્ય તપાસ થાય તો અનેક તથ્યો બહાર આવે તેવી શક્યતાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here