બાબરામાં રાજકોટ તરફથી આવતી કારે 4 રાહદારીને અડફેટે લઈ પિકઅપ વાન સાથે ધડાકાભેર અથડાઈ, એક ગંભીર, ઘટના CCTVમાં કેદ

0
230

બાબરા પાસે કારે 4 રાહદારીને ઉડાડ્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ

  • તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે બાબરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં

કારચાલકે કાબૂ ગુમાવતા કાર પિકઅપ વાન સાથે અથડાઈ
ઘટનાની વિગત અનુસાર રાજકોટ તરફથી આવતી કારના કારચાલકે કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થતાં 4 રાહદારીઓને અડફેટે લીધા હતા. જે બાદ કાર પાર્ક કરેલ પિકઅપ વાન સાથે ધડાકાભેર અથડાઈને ઉભી રહી ગઈ હતી. આ ઘટનામાં 2 મહિલા, 1 પુરૂષ અને 1 બાળક ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

સ્થાનિકોએ સ્પીડ બ્રેકર મૂકવા માંગ કરી
બાબરા શહેરમાં સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અવારનવાર અકસ્માત બને છે. જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. જેથી સ્થાનિકોની માંગ છે શહેરમાં તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here