રાજકોટ મહાનગરપાલિકાની આખરી વોર્ડ રચના જાહેર કરતું ચૂંટણીપંચ

0
136

ગુજરાત રાજ્યના પાંચ મહાનગરો અને સાત નગરપાલિકાની આખરી બોર્ડ રચનાના આદેશ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવ્યા છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર આ પાંચ મહાનગરપાલિકાઓ ની આખરે વોર્ડ રચના જાહેર કરી દેવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકામાં ૧૮ વોર્ડ .૭૨ બેઠક જાહેર થઈ છે જેમાં ૪૧ બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે જ્યારે ૩૧ બેઠકો સામાન્ય રહેશે.


ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકા સહિત અન્ય સાત નગરપાલિકાઓના વોર્ડની રચના, સીમાંકન તથા બેઠકોની વારાફરતી ફાળવણી અંગેના આખરી આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.તદ્અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા માટે ૪૮ વોર્ડમાં ૧૯૨ બેઠકો નિયત કરાઈ છે. જેમાં ૧૧૬ અનામત અને ૭૬ સામાન્ય બેઠકો નિયત કરાઈ છે. એ જ રીતે સુરત મહાનગરપાલિકા માટે ૩૦ વોર્ડમાં ૧૨૦ બેઠકો પૈકી ૬૯ અનામત અને ૫૧ સામાન્ય બેઠકો રહેશે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકામાં ૧૩ વોર્ડમાં બાવન બેઠકો પૈકી ૨૯ અનામત અને ૨૩ સામાન્ય બેઠકો રહેશે. રાજકોટ મહાનગરપાલિકામાં ૧૮ વોર્ડમાં ૭૨ બેઠકો નિયત કરાઈ છે. જેમાં ૪૧ અનામત અને ૩૧ સામાન્ય બેઠકો રહેશે. જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં ૧૯ વોર્ડમાં ૭૬ બેઠકો પૈકી ૪૫ અનામત બેઠક અને ૩૧ સામાન્ય બેઠક નિયત કરાઈ છે.


આ ઉપરાંત જે નગરપાલિકાના આખરી આદેશ પ્રસિદ્ધ કરાયા છે; તેમાં પોરબંદર-છાયા નગરપાલિકા માટે ૧૩ વોર્ડમાં ૫૨ બેઠકો નિયત કરાઈ છે. તે પૈકી ૩૨ અનામત અને ૨૦ સામાન્ય બેઠકો રહેશે. એ જ રીતે મોરબી નગરપાલિકા માટે ૧૩ વોર્ડમાં ૫૨ બેઠકો પૈકી ૨૯ અનામત અને ૨૩ સામાન્ય બેઠકો રહેશે. સાવરકુંડલા નગરપાલિકામાં ૯ વોર્ડમાં ૩૬ બેઠકો પૈકી ૨૧ અનામત અને ૧૫ સામાન્ય નિયત કરાઈ છે. મુન્દ્રા-બારોઈ નગરપાલિકા માટે ૭ વોર્ડમાં ૨૮ બેઠકો પૈકી ૧૮ અનામત અને ૧૦ સામાન્ય બેઠક રહેશે. નવસારી-વિજલપોર નગરપાલિકા માટે ૧૩ વોર્ડમાં ૫૨ બેઠક પૈકી ૩૫ અનામત અને ૧૭ સામાન્ય બેઠક રહેશે.સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા માટે ૧૩ વોર્ડમાં ૫૨ બેઠકો પૈકી ૩૨ અનામત અને ૨૦ સામાન્ય બેઠકો રહેશે. પેટલાદ નગરપાલિકા માટે ૯ વોર્ડમાં ૩૬ બેઠકો પૈકી ૨૧ અનામત અને ૧૫ બેઠકો સામાન્ય રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here