કોરોના લાંબો ચાલ્યો તો દર 16 સેકન્ડમાં આવી સ્થિતિમાં જન્મ લેશે બાળક :WHOની ચેતવણી

0
769

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ અને તેમની સાથી સંસ્થાઓએ ચેતવણી જારી કરી છે. આ ચેતવણી ચિંતા ઉપજાવે તેવી છે. આ વૈશ્વિક સંસ્થાઓનું કહેવું છે  કે જો આ ગતિથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતં રહયું તો ગર્ભવતી સ્ત્રીઓ અને તેમની ગર્ભાવસ્થા પર મોટું જોખમ તોળાવા લાગશે. હાલની સ્થિતિમાં પણ તેમના પર  પહેલાથી જ જોખમ વધારે છે. ડબ્લ્યુએચઓએ એક રિપોર્ટ પણ જાહેર કર્યો છે કે જેમાં જણાવાયું છે કે જો કોરોનાનો રોગચાળો વધશે તો દર 16 સેકંડમાં એક મૃત બાળકનો જન્મ થશે અને દર વર્ષે 2 મિલિયનથી વધુ ‘સ્ટિલબર્થ’ ના કેસ હશે. રિપોર્ટ અનુસાર આવા મોટા ભાગના કેસ વિકાસશીલ દેશોના હશે.

ગુરુવારે ડબ્લ્યુએચઓનો રિપોર્ટ પ્રકાશિત થયો હતો તેમાં નોંધવામાં આવ્યું છે કે દર વર્ષે આશરે 20 લાખ બાળકો મૃત અવસ્થામાં જન્મી શકે છે. જણાવી દઈએ કે ગર્ભાધાનના 28 અઠવાડિયા પછી અથવા બાળજન્મ પછી અથવા મૃત બાળકના જન્મને ‘સ્ટિલબર્થ’ કહેવામાં આવે છે.  

યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હૈનરિટા ફોરે જણાવ્યું હતું કે, “દર 16 સેકંડમાં કોઈ એક માતા સ્ટિલબર્થની પીડા સહન કરશે.” તેમણે કહ્યું કે આવી ઘટનાને વધુ સારી દેખરેખ, સારી જન્મજાત સંભાળ અને સલામત ડિલિવરી માટે પ્રોફેશનલ ડોક્ટરની મદદ લેવાથી રોકી શકાય છે. 

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કોવિડ -19 રોગચાળાને લીધે સ્ટિલબર્થનો વૈશ્વિક આંકડાઓ વધી શકે છે. તેમાં જણાવાયું છે કે ચેપને કારણે આરોગ્ય સેવાઓ 50 ટકા જેટલી નીચે આવી ગઈ છે અને તેના પરિણામે 117 વિકાસશીલ દેશોમાં 2,00,000 વધુ ‘સ્ટિલબર્થ’ હોઈ શકે છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here