19 વર્ષ પહેલા KBCમાં 1 કરોડ જીતનાર રવી મોહન સૈની ને સોંપાયો પોરબંદર SP નો ચાર્જ

0
379

રવિએ સ્કૂલથી MBBS સુધી અભ્યાસ કર્યો અને પછી ઇન્ટર્નશિપ કરી. આ સમય દરમિયાન, તેમણે UPSCની પરીક્ષા પણ પાસ કરી. રવિના પિતા નેવીમાં અધિકારી હોવાથી, તેમણે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની નેવલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. જ્યારે રવિ દસમા વર્ગમાં હતો, ત્યારે તેણે પહેલીવાર કૌન બનેગા કરોડપતિ જુનિયરમાં ભાગ લીધો હતો.

2001માં જીત્યા KBC

અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા કૌન બનેગા કરોડપતિમાં રવિએ તમામ 15 પ્રશ્નોના સાચા જવાબો આપ્યા અને રૂ .1 કરોડની મોટી રકમ જીતી લીધી. ત્યારબાદ રવિએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમના પિતાના પગલે યુનિફોર્મની પસંદગી કરી. મીડિયા સાથે વાત કરતા રવિએ કહ્યું, ‘સ્કૂલ ભણ્યા પછી મેં મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ, જયપુરથી MBBS કર્યું. જ્યારે હું MBBS કર્યા પછી ઇન્ટર્નશિપ કરતો હતો, ત્યારે મેં UPSCની પરીક્ષા પાસ કરી. મારા પિતા નૌકાદળમાં હતા અને તેમની પાસેથી પ્રેરણા લઇને મેં પણ પોલીસ દળની પસંદગી કરી.

રવિમોહન સૈની IPS
કોરોના મહામારીથી પોરબંદરને સુરક્ષિત રાખવા માટે આ છે ડો રવિમોહન સૈનીની રણનીતિ

આ પહેલા રવિ મોહન સૈની રાજકોટ શહેરના DCP હતા. મંગળવારે તેમની બદલી થતા તેમને SP પોરબંદર તરીકેનું પદ સાંભળવા માટે આપ્યું. પોતાના પોસ્ટિંગ માટે સૈનીએ કહ્યું મારી પ્રાથમિકતા કોવિડ 19 મહામારીને જોતા પોરબંદરમાં લોકડાઉન લાગુ રહે તે જોવાની અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તે જોવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here