રાજકોટમાં કોરોનાનાં ૭ માસ: કુલ કેસ ૭૦૦૦ નજીક

0
114

રાજકોટ મહાપાલિકાના હદ વિસ્તારમાં કોરોનાનો પ્રથમ કેસ મળ્યા અને સાત માસ થવા આવ્યા છે અને તે સાથે જ શહેરમાં કોરોનાના કેસની કુલ સંખ્યા પણ ૭૦૦૦ નજીક પહોંચી ગઇ છે. આજે બપોરે ૩૭ કેસ મળતા કુલ કેસ ૬૯૫૬ થયા છે. રાજકોટ શહેરમાં અધિક માસ દરમિયાન કોરોનાના કેસમાં અધિક ઘટાડો જોવા મળ્યો છે. મહાપાલિકાએ ટેસ્ટિંગ વધારીને કોરોનાની ચેઇન તોડવામાં અમુક અંશે સફળતા મેળવી લીધી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આજે બપોરે કોરોના ફકત ૩૭ કેસ મળ્યા છે અને આ સાથે કુલ પોઝિટિવ કેસ ૬૯૫૬ થયા છે. મહાપાલિકાએ કરેલી સત્તાવાર જાહેરાત મુજબ આજે તા.૮–૧૦–૨૦૨૦ના બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૩૭ પોઝિટિવ કેસ મળ્યા છે અને આ સાથે રાજકોટમાં આજ સુધીના કુલ પોઝિટિવ કેસ ૬૯૫૬ થયા છે. આજ સુધીમાં કુલ ૫૭૮૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને રિકવરી રેઈટ ૮૩.૫૯ ટકા રહ્યો છે. આજ સુધીમાં કુલ ૨,૫૯,૧૬૧ નાગરિકોનો ટેસ્ટ કરાયો છે જેમાં પોઝિટિવિટી રેઈટ ૨.૬૬ ટકા રહ્યો છે. યારે ગઇકાલે ૬૧૫૩ નાગરિકોનો ટેસ્ટ કરાયો હતો જેમાં ૮૬નો રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો હતો અને પોઝિટીવ રેઈટ ૧.૩૯ ટકા રહ્યો હતો. ગઈકાલે કુલ ૧૨૦ દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા હતા.   

  • ક્રિસ્ટલ મોલ અને બિગ બઝાર પાસેની સોસાયટીઓ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન


મહાપાલિકા દ્રારા ક્રિસ્ટલ મોલ અને બિગ બજાર પાસેની સોસાયટીઓ સહિત ૧૦ સોસાયટીઓને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. રાજકોટ શહેરના જે વિસ્તારોમાં કોરોનાના વધુ કેસ મળે તે વિસ્તારને મહાપાલિકા દ્રારા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે.દરમિયાન તાજેતરમાં શહેરના વધુ દસ વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા જેમાં (૧) કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ સામે આર.કે.પાર્ક (૨) કોઠારીયા રોડ પરની સૂર્યેાદય સોસાયટી (૩) હરિ ધવા માર્ગ પર ભવનાથ પાર્ક (૪) ૧૫૦ ફટ રીંગ રોડ પર ગાંધીગ્રામ પાસે ભારતીનગર (૫) ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસેની શ્રમજીવી સોસાયટી, (૬) રૈયા રોડ પર ચંદન પાર્ક અને (૭) નહેનગર (૮) અમિન માર્ગ પર શ્રી કોલોની અને (૯) વિધાકુંજ મેઈન રોડ તેમજ (૧૦) બીગ બજાર પાસેના ગુદેવ પાર્ક–૨ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.


મહાપાલિકાની આરોગ્ય શાખાએ ગઇકાલે કરેલી કામગીરીની વિગતોનો અહેવાલ જાહેર કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ૧૦૩૧ સર્વેલન્સ ટીમ દ્રારા ૩૯૦૨૯ ઘરકુટુંબનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાંથી માત્ર ૧૩ વ્યકિતઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા તેમને સારવાર આપવામાં આવી હતી. ધનવંતરી રથમાં ૨૩૧ની ઓપીડી સહીત ૧૧,૫૪૨ વ્યકિતઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ ૨૩૨૪ વ્યકિતઓની ઓપીડી નોંધાઇ હતી. ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન નંબર પર કુલ ૧૨૧ ફોન અને ૧૦૮ સેવામાં ૬૫ ફોન આવેલ હતા જે તમામને સેવા ઉપલબ્ધ કરાવાઇ હતી. હોમ કવોરન્ટાઇન સારવાર હેઠળ રહેલા દર્દીઓ માટે મનપા દ્રારા કાર્યરત સંજીવની રથ દ્રારા ૧૨૩૭ ઘરકુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here