ખાનગી ટ્રેન માટે રેલવેને 15 કંપ્નીની અરજી

0
88

ખાનગી ટ્રેનો માટે રેલવેને 15 કંપ્નીની અરજીઓ આવી હતી. પેસેન્જર ટ્રેન ઓપરેશન્સમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) માટે રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશન (આરએફક્યુ) પર રેલવેને એલએન્ડટી, જીએમઆર, વેલ્સ્પુન સહિત 15 કંપ્નીની 100થી વધુ અરજી મળી હતી, એમ રેલવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. પંદર કંપ્નીમાં 14 ભારતીય કંપ્ની છે અને એક સ્પેનિસ કંપ્ની છે.


અરજીઓ કરનાર અન્ય કંપ્નીઓમાં અરવિંદ એવિએશન, ભેલ, ક્ધસ્ટ્રકશન વાય ઓક્સિલર ડે ફેરોકેરિલ્સ, એસ. એ., ક્યુબ હાઇવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર થ્રી પ્રા. લિ., ગેટવે રેલ ફ્રેઇટ લિ., જીએમઆર હાઇવેઝ લિ., ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝન કોર્પોરેશન લિ., આઇઆરબી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપર્સ લિ.નો સમાવેશ થાય છે.

 
એલએન્ડટી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ લિ., માલેમપટી પાવર પ્રા. લિ., મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર્સ લિ, પીએનસી ઇન્ફ્રાટેક લિ., આરકે એસોસિયેટ્સ એન્ડ હોટેલિયર્સ પ્રા. લિ., સાઇનાથ સેલ્સ એન્ડ સર્વિસીસ પ્રા. લિ. અને વેલસ્પુન એન્ટરપ્રાઇસિસ પ્રા. લિ વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે.


15 કંપ્ની તરફથી 12 ક્લસ્ટર માટે 120 અરજી આવી હતી. રેલવે મંત્રાલય દ્વારા પેસેન્જર ટ્રેન સેવામાં ખાનગીકરણ માટે રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશન (આરએફક્યુ)મગાવવામાં આવ્યા હતા. 151 મોડર્ન ટ્રેનને સામેલ કરતા 140 ઓરિજિન ડેસ્ટિનેશનલ સહિત 12 ક્લસ્ટર માટે આ અરજીઓ મગાવવામાં આવી હતી, એમ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું. દિલ્હીના બે અને મુંબઈના બે ક્લસ્ટર માટે 12 અરજી, બેંગલુરુ ક્લસ્ટર માટે 11, પ્રયાગરાજ, સિંકદરાબાદ, જયપુર અને દિલ્હીના એક ક્લસ્ટર માટે 10 અરજી, ચંડીગઢ, હાવરા, પટણા, મુંબઈના એક અને ચેન્નઇના ક્લસ્ટર માટે નવ અરજીઓ આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here