ટ્રમ્પ્નું ભારત વિરોધી વલણ ખુલ્લું થયું

0
107
President Donald Trump speaks during a news conference at the White House in Washington, Thursday, Sept. 10, 2020. (AP Photo/Susan Walsh)

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી હવે થોડાક જ દિવસો દૂર રહી છે ત્યારે કોરોના વાયરસ માં જકડાઈ ને ચાર જ દિવસમાં હોસ્પિટલની બહાર આવી જનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત વિરોધી વલણ ખુલ્લુ કરવામાં આવ્યું છે.

ટ્રમ્પ દ્વારા અમેરિકાની બિઝનેસ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ઝેર ઓકવા મા આવ્યું છે અને એમણે અમેરિકાના મતદારોને ભડકાવીને એમ કહ્યું છે કે જો બાયડ ન ચૂંટાઈ જશે તો મૂળ ભારતીય કમલા હેરિસ અમેરિકાના પ્રમુખની ખુરશી પર બેસી જશે.


એમણે કમલા હેરિસ ની વિરુદ્ધમાં ભારે વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કરીને કમલાને ગેરકાયદેસર નાગરિક તરીકે ગણાવ્યા હતા અને મોન્સ્ટર કહીને તેમનું અપમાન પણ કર્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત પ્રમુખ બનવા માટે એકદમ બેફામ બની ગયા છે અને પોતાની જાત પર કંટ્રોલ રાખી શકતા નથી અને જેમ ફાવે તેમ બોલી રહ્યા છે. ડોક્ટરો એમને આરામ કરવાની સલાહ આપી છે છતાં ટ્રમ્પ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે તેઓ આજથી જ ફરી પ્રચાર અભિયાનમાં જોડાઈ જશે અને મતદારો સાથે વાતચીત કરશે.


જો કે અમેરિકાના પ્રમુખની આ હરકત અમેરિકી જનતામાં પણ ટીકા નું નિશાન બની છે અને રાજકીય નેતાઓ પણ એમની આકરી આલોચના કરી રહ્યા છે કારણ કે તેઓ ઘણા બધા લોકોને જોખમમાં નાખી રહ્યા છે.


બીજીબાજુ અમેરિકી હાઉસ દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે જે મુજબ એ વાતની ચકાસણી કરવામાં આવશે કે કોરોના ગ્રસ્ત થયા બાદ ટ્રમ્પ ઓફિસમાં બેસીને કામગીરી કરી શકે છે કે નહીં.
જોકે ટ્રમ્પ તો જરા પણ નમતું આપવા તૈયાર જ થતા નથી અને તેમણે પ્રચાર અભિયાનમાં જોડાઈ જવાની જાહેરાત કરી છે અને અમેરિકામાં આ મુદ્દો ભારે વિવાદાસ્પદ બનતાં જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here