જામનગર તાલુકાના સપડામાંથી ઘોડીપાસાની કલબ ઝડપાઈ

0
174

64,900 ની રોકડ અને રીક્ષા તથા બાઇક સહિત 2,44,900 નો મુદ્દામાલ કબ્જે

11 શખ્સો ઝડપાયા

2 સંચાલકો ફરાર

જામનગર તાલુકાના સપડા ગામની સીમમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન જૂગાર રમતા 11 શખ્સોને રૂા.64,900 ની રોકડ અને રીક્ષા મળી કુલ રૂા.2,44,900 નો મુદ્દામાલ કબ્જે કરી જૂગાર સંચાલક બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સપડા ગામમાં જાહેરમાં બે શખ્સો દ્વારા ઘોડીપાસાનો જૂગાર રમાડાતો હોવાની એલસીબીના હે.કો. દિલીપ તલાવડિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રનની સૂચનાથી એલસીબી પીઆઈ કે.જી. ચૌધરીની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારી, આર.બી. ગોજિયા તથા જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, અશ્ર્વિનભાઈ ગંધા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલાવડિયા, ફિરોજભાઈ દલ, ખીમભાઈ ભોચિયા, હિરેનભાઈ વરણવા, લાભુભાઈ ગઢવી, વનરાજભાઈ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, અશોકભાઈ સોલંકી, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ફિરોજ કાસમ કુરેશી, મુન્નાખાન જાફરખાન મોગલ પઠાણ, કાસમ જુમા ખફી, આસીફશાહ મહમદશાહ બાનવા ફકીર, અલ્લાઉદીન નુરદીન કાસમ મલેક, સૈયદદિનમહમદ મનસુરઅલી આરબ, સીદીકભાઈ મહમદભાઈ ચકદા સિપાહી, મુનાફ ઈસ્માઇલભાઈ કથીરી આરબ, ઈકબાલશાહ ઉમરશાહ શાહમદાર ફકિર, અશોકભાઈ કેશુભાઈ માવદિયા, તબરેજ ફિરોજખાન સીપાહી પઠાણ સહિતના 11 શખ્સોને ઘોડીપાસાનો જૂગાર રમતા દબોચી લીધા હતાં.

તેમજ આ 11 શખ્સો પાસેથી એલસીબીની ટીમે રૂા.64,900 ની રોકડ અને વાસ્પા રીક્ષા અને એક એકટીવા તથા એક બાઈક મળી કુલ રૂા.2,44,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ આ ઘોડીપાસાનો જૂગાર રમાડનાર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મહિપાલસિંહ અમરસંગ જાડેજા અને રીયાઝ હારૂન આમરોલીયા નામના બે સંચાલકો નાશી ગયા હોય, જેને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here