ઉર્જા વિભાગની વિચિત્રતા ખેતરમાં વીજ થાંભલા નાંખવા બદલ વળતર, વીજકરંટમાં નહીં

0
101
  • છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોને વીજથાંભલા નાંખવાના બદલામાં 120 કરોડનું વળતર ચૂકવાયું છે પરંતુ કરંટ લાગવાના કેસમાં વળતર પેન્ડીંગ


ખેતરમાં હાઇટેન્શન વાયરો માટે વીજથાંભલા નાંખી ગુજરાત સરકારનો ઉર્જા વિભાગ ખેડૂતોને વળતર આપે છે પરંતુ ખેડૂત કે સામાન્ય વ્યક્તિ સરકારી વીજ કંપ્નીના ખુલ્લા વાયરોના કરંટથી મૃત્યુ પામે તો તેને ઝડપથી વળતર મળતું નથી. સરકારના વિચિત્ર નિયમના ઉર્જા વિભાગમાં આ પ્રકારના સંખ્યાબંધ કેસો પડતર હોવાની વિગતો જાણવા મળી છે.


ઉર્જા વિભાગે છેલ્લા પાંચ વર્ષમાં 35000 થી વધુ ખેડૂતોના ખેતરમાં હાઇટેન્શન લાઇન માટે વીજથાંભલા નાંખ્યા છે અને તેના વળતર પેટે સરકારે પાંચ વર્ષમાં ખેડૂતોને 120 કરોડની માતબર રકમ ચૂકવી છે. 2018ના એક જ વર્ષમાં ખેડૂતોને 10.87 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.


ઉર્જા વિભાગ આવા થાંભલા નાંખે તો ખેડૂતના ખેતરમાં નુકશાન થાય છે. ખેતીની જમીન બદબાદ થાય છે અને ક્યારેક પાકને પણ હાનિ થાય છે તેથી સરકાર ખેડૂતોને નિયમસરનું વળતર ચૂકવી આપતી હોય છે. બીજી તરફ સરકારની વીજ કંપ્નીઓની બેદરકારી પણ સામે આવે છે. રાજ્યમાં ખુલ્લા વાયર અને વીજ સપ્લાયના કારણે લોકોના કરંટ લાગવાથી મૃત્યુ થાય છે ત્યારે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ઝડપથી સહાયની રકમ ચૂકવવામાં આવતી નથી.


ખામી ભરેલી વીજવાયરની વ્યવસ્થાને કારણે ગામ કે શહેરમાં અથવા તો ખેતરમાં લોકોના કરંટ લાગવાથી મોત થાય છે. ખાસ કરીને ચોમાસા દરમ્યાન આવા મૃત્યુના કિસ્સાઓ વધી જાય છે. ઉર્જા વિભાગે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં 1400 વ્યક્તિ અને 2700 પશુઓના પ્રાણઘાતક અકસ્માત થયાં છે. આ અકસ્માત થવાનું મુખ્ય કારણ કુદરતી આપત્તિ અને વીજ કંપ્નીઓની બેદરકારી હોય છે.


વીજકરંટથી મોતના કિસ્સામાં વિભાગે કહ્યું હતું કે સામાન્ય રીતે અકસ્માતના આવા કિસ્સામાં કાબૂ બહારના આકસ્મિક સંજોગોમાં અથવા તો અકસ્માતનો ભોગ બનનારની ભૂલના લીધે ઘટના બને છે તેથી કોઇને શિક્ષા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, આમ છતાં અકસ્માતના કિસ્સામાં પૂરતી તપાસ કયર્િ પછી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. વિભાગની જવાબદારી પૂર્ણ થાય પછી જે તે કસૂરવાર સામે ખાતાકીય તપાસ થાય છે તેથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી.


વીજકરંટથી વળતર ચૂકવવાના કેસોમાં એવું જણાવવામાં આવ્યું છે કે વળતરની ચૂકવણીની પાત્રતા ધરાવતા અસરગ્રસ્ત વ્યક્તિના કિસ્સામાં મુખ્ય વિદ્યુત નિરીક્ષકના અહેવાલ, બાઇનંદા કેસની માર્ગદર્શિકા જેવા પાસાઓને ધ્યાનમાં રાખીને તેમજ પ્રાણીઓના કેસમાં જીયુવીએનએલના માર્ગદર્શક સરક્યુલર મુજબ રકમ ચૂકવવામાં આવતી હોય છે. ગ્રાહકોના આંતરિક વાયરીંગ કે ઇલેક્ટ્રિક સાધનોના કારણે તેમના મકાનમાં થતાં અકસ્માતોમાં વીજ કંપ્નીની કોઇ જવાબદારી હોતી નથી તેથી વળતર આપવામાં આવતું નથી. વિભાગે સંખ્યાબંધ કેસોમાં વળતરની રકમ આપી નથી.


વળતર નહીં ચૂકવવાના મુદ્દા અંગે વિભાગે કહ્યું કે વળતર ચૂકવવા પાત્ર બાકી રહેતા અસરગ્રસ્તોને વળતર ચૂકવવાના થતા વિલંબમાં વારસદારો તરફથી જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવતા નથી. જરૂરી ચકાસણી કયર્િ બાદ કોર્ટ કેસ ચાલુ હોય છે. કોર્ટનો નિર્ણય આવવાની રાહ જોવાય છે અને મુખ્ય વિદ્યુત નિરીક્ષકનો અહેવાલ મળ્યો નહીં હોવાના કારણો પણ જવાબદાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here