નાના ધંધાર્થીઓના વ્હારે આવતું નાબાર્ડ

0
101
સેન્ટ્રલ બેંકે નાબાર્ડને ૫ હજાર કરોડ રૂપિયા આપી એનબીએફસી અને લઘુ ધિરાણ આપતી સંસ્થાઓની તરલતામાં વધારો કરવા જણાવ્યું

નાબાર્ડની જયારે વાત કરવામાં આવે તો આ સંસ્થા ગ્રામ્ય વિકાસ અને ખેડુતોને પ્રોત્સાહન મળી રહે તે માટે નાના સીમાંત ખેડુતોને આર્થિક રીતે મદદ કરવા માટે તેમની વ્હારે આવતું હોય છે ત્યારે કોરોનાના સમયમાં નાના ધંધાર્થીઓના વ્યવસાય અનેકવિધ રીતે અસર પહોંચી છે ત્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાબાર્ડને ૫ હજાર કરોડ રૂપિયા આપી એનબીએફસી અને લઘુ ધિરાણ આપતી સંસ્થાઓની તરલતામાં વધારો કરવા જણાવ્યું છે તો બીજી તરફ રીઝર્વ બેંક અને અન્ય બેંકોની વાત કરવામાં આવે તો તે નાના ધંધાર્થીઓને માત્રને માત્ર ૧૨ માસ માટે જ લોન આપવામાં આવતી હોય છે પરંતુ નાબાર્ડ અતિરેક છ માસનો વધારો કરી ૧૮ માસ માટે ધિરાણ આપવામાં આવશે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નાના ધંધાર્થીઓને જે લોન મળવાપાત્રની હોય તે રેપોરેટ અને બેઝીસ પોઈન્ટનાં આધારે આપવામાં આવશે. હાલ લઘુ ધિરાણ આપતી સંસ્થાઓને આશરે ૪ હજારથી ૫ હજાર કરોડ રૂપિયાની જરૂરીયાત ચાલુ નાણાકિય વર્ષમાં જોવા મળી રહી છે તો બીજી તરફ એનબીએફસી કંપનીઓ કે જેની એસેટ સાઈઝ ૫૦૦ કરોડથી ઓછી હોય તો તેને આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે. નાબાર્ડના જણાવ્યા મુજબ જે નાના ધંધાર્થીઓને લોન આપતી સંસ્થાઓ છે તેને વધુને વધુ વિકસિત કેવી રીતે કરી શકાય તે જાણવું પણ એટલું જ જરૂરી છે. જેના માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાબાર્ડને ૫ હજાર કરોડ રૂપિયા ફાળવી આ તમામ જરૂરીયાતમંદ ક્ષેત્રોને નાણાકિય સહાય આપવાની તાકિદ પણ કરી છે.

કોરોનાના પગલે હાલ બજારમાં તરલતાનો અભાવ જોવા મળતા ઘણાખરા વ્યવસાયો પડી ભાંગ્યા છે જેની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર જોવા મળી રહી છે. લઘુ તથા મધ્યમ ઉધોગો, નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ તથા લઘુ ધિરાણ આપતી સંસ્થાઓ દેશના અર્થતંત્ર માટે જરૂરીયાતના પરીબળો છે જેને સાચવવા અને તેમાં પડતી મુશ્કેલી અને હાલાકીને દુર કરવા માટે અત્યંત જરૂરીયાત ઉભી થઈ છે. જો આ ત્રણેય ક્ષેત્ર ફરી બેઠા થઈ શકે તો તેની સીધી જ સકારાત્મક અસર દેશના અર્થતંત્ર ઉપર જોવા મળશે જે માટે હાલ સરકાર પ્રયત્નો કરી રહ્યું છે. સરકારનો મુખ્યહેતુ એ છે કે બજારમાં જે તરલતાનો અભાવ જોવા મળે છે તેને કેવી રીતે દુર કરી શકાય. કારણ જો તરલતામાં વધારો થશે તો બજારમાં પણ રૂપિયો જોવા મળશે અને વ્યવસાય પણ ખુબ જ સહજતાથી અને સરળતાથી થઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here