મહાપાલિકાની ચૂંટણી પૂર્વે આપ્ના સંગઠન માળખાની જાહેરાત

0
127

આમ આદમી પાર્ટીએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં પાર્ટીના પ્રભારી અજીતભાઈ લોખિલે માહિતી આપતા મીડિયાને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી રાજકોટ શહેરમાં આગામી કોર્પોરેશનની ચૂંટણી પુરી તૈયારી અને તાકાત સાથે લડશે. જેના માટે માઈક્રો પ્લાનિંગ કરીને દરેક વોર્ડમાં પ્રભારી અને ઝોનસહ પ્રભારીને જવાબદારી સોંપવામાં આવી છે. લોખિલે જણાવ્યું હતું કે, રાજકોટની જનતા બદલાવ ઈચ્છે છે. જનતાની અપેક્ષા મુજબ દિલ્હીને મોડેલ ગણીને રાજકોટ કોર્પોરેશનમાં પણ પારદર્શક અને ભ્રષ્ટાચાર વિહીન વહીવટ કરવા આપ કટિબધ્ધ છે જેના માટે પોલિંગ બુથ, પોલિંગ સ્ટેશન, વોર્ડસહ ટીમ અને ઝોન પ્રભારીના નામ નિશ્ર્ચિત થઈ ગયા છે અને સંગઠનના માધ્મયથી લોક સંપર્ક કરવા આપ કટિબધ્ધ છે. લોખિલે જવાબદારીઓની જાહેરાત કરેલ છે તે મુજબ વેસ્ટઝોન પાર્ટીના ઉપાધ્યક્ષ શિવલાલભાઈ પટેલ, સહપ્રભારી સી.એ.ચેતન રામાણી, સેન્ટ્રલ ઝોન ઈન્દ્રવિજયસિંહ રાઓલ, સહપ્રભારી દિલીપસિંહ વાઘેલા, ઈસ્ટ ઝોનની જવાબદારી સ્પધર્ત્મિક પરીક્ષાઓના કલાસીસના સંચાલક મનિષભાઈ ગઢવી તથા સહપ્રભારી રાજેશ પાનસુરિયાની નિમણૂક કરી છે. તેવી જ રીતે વોર્ડ પ્રભારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ખુશ્બુબેન મહેતા, જગદીશભાઈ ચાવડા, પ્રજ્ઞેશભાઈ ગઢવી, સેજલબેન ગોંડલિયા, સંજયભાઈ પટેલ, પંકજ ડાભી વગેરે નામોની જાહેરાત કરેલ. આગામી કાર્યક્રમોની માહિતી આપતા પ્રમુખ રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, રાજકોટના ઘણાં નાગરિકો વાયા મીડિયા સંપર્ક કરીને પાર્ટીમાં જોડાવા માટે આવે છે જે પરથી ફલિત થાય છે કે રાજકોટની જનતા આપ્ને વિકલ્પ તરીકે સ્વીકારવા આતુર છે માટે પાર્ટીએ નક્કી કર્યુ છે કે તા.11થી 25 ઓકટોબર સુધી સંપર્ક અભિયાન ચલાવવાનું અને તેમાં આપ્ના હજારો કાર્યકતર્િ નાગરિકોને ઘરે ઘરે જઈને સંપર્ક કરશે અને આપ્ની દિલ્હીની કેજરીવાલ સરકારના કામો અંગે માહિતગાર કરશે અને તે જ રીતે આગામી રાજકોટ કોર્પોરેશનમાં રાજકોટના નાગરિકોની સેવાના ઉદેશ સાથે રાજનીતિ કરવા નહીં રાજનીતિ બદલવાના સૂત્ર સાથે નાગરિકોને માહિતગાર કરશે અને આપમાં જોડાવા માટે નાગરિકોને પ્રેરિત કરશે. રાજભાના જણાવ્યા મુજબ સંપર્ક અભિયાન દરમિયાન રાજકોટના તમામ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ, પ્રબુધ્ધ નાગરિકો, વેપારીઓ, સોસાયટીના પ્રમુખો તેમજ અલગ અલગ સંગઠનના હોદેદારો, સામાજિક, આગેવાનો, સેવાભગાવી બહેનો, મહિલા મંડળો, યુવા મંડળના આગેવાનોને મળીને આપ્ને સમર્થન આપવા માટે વિનંતી કરશે. સંપર્ક અભિયાન દરમિયાન રાજકોટના નાગરિકોને આપમાં જોડાવા માટેનો સંપર્ક લાઈન નંબર 90671 20671 લોન્ચ કરવામાં આવ્યો છે જેના પર જનતાને આપમાં જોડાવા માટે સંપર્ક કરવા અપીલ કરવામાં આવશે અને નંબર પર જે વ્યક્તિ સંપર્ક કરશે એમને આપ્ના કાર્યકતર્િ બ મળીને આપ્ના સદસ્ય બનાવશે. શહેર ઉપપ્રમુખ શિવલાલભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ 15 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટી દ્વારા યોજેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ચાલુ રાષ્ટ્રગાન દરમિયાન રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્ર ગાનનું અપમાન થેયલ જે સંદર્ભે દોષિતો સામે કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીએ માનવ અધિકાર પંચમાં કરેલ ફરિયાદના અનુસંધાને માનવ અધિકાર પંચે રાજકોટ પોલીસ કમિશનરને નોટિસ ફટકારી માનવ અધિકાર પંચ સમક્ષ ઉપસ્થિત રહેવા આદેશ કરેલ છે અને ગુનો નોંધવા જણાવેલ છે. જે સત્યની જીત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here