કોરોના પછી વધુ એક વાયરસનો ભય, આ દેશમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હજારો ડુક્કર

0
152

કોરોના વાયરસનો પ્રકોપ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો તેવામાં દક્ષિણ કોરિયામાં આફ્રીકી સ્વાઈન ફ્લૂના નવા કેસ નોંધાવા લાગ્યા છે. આ વાતની જાણકારી ત્યારે સામે આવી જ્યારે ગૈંગવોન પ્રાંતના ફાર્મમાં ત્રણ મૃત ડુક્કરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. આ ડુક્કરમાં આફ્રીકી સ્વાઈન ફ્લૂનું સંક્રમણ જોવા મળ્યું હતું. ત્યારબાદ 1500 ડુક્કરને મારી નાખવામાં આવ્યા છે. 

અધિકારીઓએ કૃષિ મંત્રાલયના નિર્દેશ અનુસાર ફાર્મના 10 કિલોમીટરના વિસ્તારમાં 1500 ડુક્કરને મારી નાખવામાં આવ્યા છે. જો કે આ ડુક્કરથી માણસ સુધી ફ્લૂ ફેલાવાની સંભાવના ના બરાબર હતી. પરંતુ અન્ય ડુક્કર તેનાથી ઝડપથી સંક્રમિત થઈ જતા હોય છે. ગત વર્ષે 14 ફાર્મોમાં આ ફ્લૂ ફેલાયો હતો અને લગભગ 4,00.000 ડુક્કરને મારી નાખવામાં આવ્યા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here