ગીર-સોમનાથ જિલ્લામાં દ્રી-ચક્રિય જીજે-૩૨-પી તથા ફોર વ્હિલ જીજે-૩૨-કે બાકી રહેલ સીરીઝના ગોલ્ડન અને સીલ્વર નંબરની હરાજી થશે

0
98

ગીર-સોમનાથ તા. -૦૯, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ગીર-સોમનાથ દ્રારા દ્રિ-ચક્રિય વાહનોની સીરીઝ જીજે-૩૨-પી તથા ફોર વ્હિલ વાહનોની નવી સીરીઝ જીજે-૩૨-કે માં બાકી રહેલા ગોલ્ડન-સીલ્વર નંબરો માટેની હરાજી તા.૨૬-૧૦-૨૦૨૦ ના રોજ ખોલવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલીકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી શકાશે.
તા. ૧૯ થી ૨૧-૧૦-૨૦૨૦ સુધી AUCTION માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે. તા. ૨૨ થી ૨૪-૧૦-૨૦૨૦ ના રોજ AUCTION નું bidding ઓપન થશે. તા. ૨૬/૧૦/૨૦૨૦ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી,ખાતે જમા કરાવવાનું રહેશે. વાહન વેચાણ તારીખ થી ૬૦ દિવસની અંદરના જ અરજદારો આ હરાજીમાં ભાગ લઈ શકશે. સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here