હાથ અને પગમાં ફ્રેક્ચર, સ્ટ્રેચરમાં લઈ જવાય છે છતાં તૂટેલા હાથ વડે પણ બાળકને બાથમાં રાખતી મા, કેમ કે ઈ-સ્ટ્રેચરમાં માલ સામાન ફેરવાઈ રહ્યો છે

0
64

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો એક કિસ્સો બહાર આવ્યો છે. શાપરમાં રહેતાં સુમનબેન ઘરની છત પર કપડાં સૂકવવા ગયાં હતાં અને પડી જતા હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે. મંગળવારે સવારે તેમને એક્સરે માટે સિવિલ હોસ્પિટલ લવાયા હતાં. પરિવારમાં પતિ અને પુત્ર જ છે અને પતિને સ્ટ્રેચર ખેંચીને લઈ જવાનું હતું. તેથી માતાનો હાથ ભાંગ્યો હોવા છતાં બાળકને બાથમાં લઈને છેક સુધી સાચવ્યું હતું.

બીજી તરફ સિવિલમાં આ રીતે ખુલ્લામાં સ્ટ્રેચર લઈ જવાની સ્પષ્ટ ના છે. ઈ-રિક્ષાને સ્ટ્રેચરમાં ફેરવાઈ છે પણ દર્દીઓની હેરફેર કરવાને બદલે તેમાં માલ સામાનની હેરફેર કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here