જામનગર: રોલ્સ રોયસ કાર ધરાવનાર ધનાઢય બિલ્ડર મેરામણ પરમારે કર્યો આપઘાતનો પ્રયાસ

0
1616

જામનગરના ધનાઢ્ય બિલ્ડર આવું પગલું ભરે તેના પાછળનું કારણ પોલીસના નિવેદનમાં જ બહાર આવશે.

જામનગર શહેરની બિલ્ડરલોબીમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. જે કારણ સામે આવશે તે ચોકાવનારું જરૂર હશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.જો કે આ અંગે કોઈ તંત્ર કે તેમના પરિવાર દ્વારા સતાવાર માહિતી આ અંગે જાહેર કરાઈ નથી,

મહત્વનું છે કે બિલ્ડર મેરામણ પરમાર જમીન મકાનના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છે.મોંધીદાટ ગાડીઓનો કાફલો ધરાવે છે. ત્યારે આટલી સુખી સંપન્ર જિંદગી છતાં આપઘાતનો પ્રયાસ તે જામનગરમાં ચર્ચાનો વિષય બન્યા છે.

જામનગર શહેરમાં મોટું નામ ધરાવતા બિલ્ડર અને લેન્ડ ડેવલપર્સ મેરામણ હરદાસભાઇ પરમારે ગુરૂવારે રાતે માંકડ મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હોવાની ચર્ચાઓ બે દિવસથી શહેરમાંચાલી રહી છે.ગુરુવારે મોડીરાતે 12.30 કલાકે તેમને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અને જ્યાં મેરામણ પરમારની સારવાર શરુ કરવામાં આવી હતી, હોસ્પિટલ પોલીસે પણ આ અંગેની એમએલસી કેસ નોંધ્યો હતો. જો કે ગત સાંજે તેમની તબિયત સ્થિર થતાં તેમને રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે, મેરામણ પરમારે કયાં કારણોસર દવા પીધી તે રહસ્ય અકબંધ રહ્યું છે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here