રાજ્યમાં શાંતિ-સલામતીની ખાતરી આપતાં કહ્યું, પેટાચૂંટણી દરમિયાન ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન થશે, રાજકોટ-જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સામે કડક કાર્યવાહી થશે

0
261

DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી શાંતિ અને સલામતીની ખાતરી આપી.

  • કોરોનાકાળમાં પોલીસકર્મીઓએ કરેલી કામગીરીની પ્રશંસા કરી
  • સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે

ગુજરાતના DGPએ ચાર્જ સંભાળ્યા બાદ આજે પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્યારે DGP આશિષ ભાટિયાએ પ્રેસ-કોન્ફરન્સ કરી રાજ્યમાં શાંતિ અને સલામતીની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે પેટાચૂંટણી દરમિયાન તમામ ગાઈડલાઈન્સનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે. આ સાથે જ કહ્યું હતું કે રાજકોટ-જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જે માટે સ્થાનિક લેવલે કલેક્ટરને કામગીરી સોંપવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન તમામ નિયમોનું પાલન કરવામાં આવશે
8 પેટા ચૂંટણીને લઈને DGP આશિષ ભાટિયાએ નિવેદન આપ્યું હતું કે ચૂંટણીને લઈને તમામ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે. સ્થાનિક વહીવટી વિભાગની મંજૂરી અને માર્ગદર્શનના આધારે મંજૂરી આપવામાં આવશે. કલેક્ટર અને પોલીસ વિભાગના આદેશથી તમામ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ કોરોનાને લગતી તમામ ગાઇડ લાઈનનું પાલન કરવામાં આવશે.

જયેશ પટેલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે
જામનગરનાં ભૂમાફિયા જયેશ પટેલને લઇને આશિષ ભાટીયાએ કહ્યું હતું કે, હાલ દિપેન ભદ્રન તેમજ તેના સાથી પોલીસ અધિકારીઓને આ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જયેશ પટેલ સહિત તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ રાજકોટમાં કમિશ્નર સહિતનાં અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી જરૂરી ફેરફાર કરવાની ખાતરી પણ તેમણે આપી છે.

કોરોના કાળમાં પોલીસે કરેલી કામગીરીના વખાણ કર્યાં
DGP આશિષ ભાટીયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને કમિશનર સહિતના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યાં હતાં. આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ સંબોધી રાજ્યમાં શાંતિ અને સલામતીની ખાતરી આપી હતી. સાથે જ કોરોના કાળ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના વખાણ કર્યાં હતાં. આશિષ ભાટિયાનાં કહેવા મુજબ, ગુજરાતમાં ખંડણી, ચોરી, લૂંટ, પારકી જમીનો પચાવી પાડવી, ગેરકાયદેસર હથીયારો રાખવા, માદક પદાર્થોની હેરાફેરી સહિતના ગુનાઓના ગ્રાફને ઉંચો જતો અટકાવવા કાયદામાં પણ મહત્વના ફેરફારો કરાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં ગુનાખોરીને કાબૂમાં રાખવા અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા માટે કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત રાજકોટમાં છેલ્લા 8 દિવસમાં 12 આરોપીને પાસા હેઠળ ધકેલવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here