DGPની રાજકોટ મુલાકાત પહેલા જ તંત્ર હરકતમાં આવ્યું, એક જ દિવસમાં 5 આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કર્યા

0
196
  • છેલ્લા 8 દિવસમાં 12 આરોપીને પાસા હેઠળ ખસેડાયા

રાજકોટ પોલીસે દારૂ અને ચોરીના ગુનામાં સામેલ 5 શખ્સોને એક સાથે પાસા હેઠળ અલગ-અલગ જેલમાં ધકેલી દીધા છે. મહત્વનું છે કે છેલ્લા 8 દિવસમાં કુલ 12 શખ્સોને પાસા તળે ખસેડવામાં આવ્યાં છે. દારૂ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા રામનાથપરાનો સિરાજ, લોઠડા ગામનો મયુર, ઓરિસ્સાનો અજય, પવિત્ર અને ગોવર્ધનને અમદાવાદ, ભુજ અને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યાં છે.

દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપીને અમદાવાદ જેલમાં ધકેલાયા
દારૂના ગુનામાં રામનાથપરા-18માં બરફના કારખાનાવાળી શેરીમાં રહેતાં સિરાજ યુસુફભાઇ મુલીયા (ઉં.વ.33) અને લોઠડા ગામે રહેતો મયુર પરબતભાઇ બારૈયા (ઉં.વ.20) સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અને આજીડેમ પોલીસ ચોકીમાં ગુનો નોંધાયો હતો. જે બંનેને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ખસેડવામાં આવ્યાં છે.

આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભુજ, અમદાવાદ અને વડોદરા ધકેલાયા
જ્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલા અને મૂળ ઓરિસ્સાના 3 શખ્સો અજય ગજીભાઈ નાગ (ઉં.વ.40), પવિત્ર ઉર્ફે પબિત્ર અકિલભાઈ નાગ (ઉં.વ.30) અને ગોવર્ધન ઉર્ફે પીન્ટુ નિત્યાનંદ પાત્ર (ઉં.વ.25) વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે ત્રણેયને ભુજ, અમદાવાદ અને વડોદરા જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યાં છે. આ ત્રણેય શખ્સો દિવસે કડિયા કામની સાઇટ પર મજૂરી કરતાં હતાં અને રેકી કરી લેતાં હતાં. બાદમાં રાતે બંધ મકાનોમાંથી ચોરીઓ કરવાની ટેવ ધરાવતાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here