ડીસાના ડેડોલમાં ઘોડે બેસી સરઘસ કાઢનાર MLA શશીકાંત પંડ્યા અને સિંગર કિંજલ દવે સામે પગલાં ભરવા માનવ અધિકાર પંચમાં ફરિયાદ

0
151
  • ડીસાના ડેડોલ ગામે રસ્તાના ખાતમુહૂર્તમાં ધારાસભ્યએ સરઘસ કાઢ્યું હતું અને કોરોના ગાઈડલાઈનની અવગણી હતી

કોરોનાના કહેર વચ્ચે ગઈ 3 ઓક્ટોબરે ડીસાના ડેડોલ ગામે ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને સિંગર કિંજલ દવેએ ઘોડે બેસી સરઘસ કાઢ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. તેની સામે માનવ અધિકાર પંચમાં સામાજિક કાર્યકરે પગલા્ ભરવા માટે ઈમેઈલથી ફરિયાદ કરી છે.

શું હતો સમગ્ર મામલો?
ગઈ 3 ઓક્ટોબરે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરીને ભાજપના ડીસાના ધારાસભ્ય અવગણીને કિંજલ દવેના ગીત ગુજરાતી લેરી લાલા સોંગ પર કિંજલ દવે સાથે સરઘસ કાઢ્યું હતું. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના સામે લડવા આપેલી શીખને પણ ધારાસભ્ય ભૂલી ગયા હતા અને સરઘસ કાઢતા સોશિયલ ડિસન્સિંગના લીરેલીરા ઉડાડ્યા હતા.સરઘસમાં ધારાસભ્ય અને ગાયિકા બંનેએ ઘોડેસવારી કરી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

જાહેર આરોગ્યને ગંભીર નુકસાન બદલ કાર્યવાહીની માગ
અમદાવાદના સામાજિક કાર્યકર ચંદ્રવદન ધૃવે ગાંધીનગર સ્થિત ગુજરાત માનવ અધિકાર પંચને ઈમેઈલથી અરજી કરી છે અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, સિંગર કિંજલ દવે અને આયોજકો સામે કાર્યવાહી કરવા માટે વિનંતી કરી છે. તેમણે તમામ વિરૂધ્ધ મામવ અધિકારી સંરક્ષણ અધિનિયમ 1993ની લાગૂ પડતી જોગવાઈ અનુસાર શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવા માગ કરી છે.

અરજદારે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહીની માગ કરી
ઈમેલમાં માનવ અધિકાર પંચને કરેલી અરજીમાં ચંદ્રવદને વધુમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર- રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા નિયમોનું તથા ગુજરાત હાઈકોર્ટની કડક સૂચનાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું છે. તેમજ સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે મોટી સંખ્યામાં ભીડ ભેગી કરીને જાહેર આરોગ્યને ગંભીર નુકસાન કર્યું છે. નાગરિકોને મળેલા માનવ અધિકારનું હનન કર્યું છે. તેથી કોરોનાના વાઈરસના સંક્રમણને ફેલાવીને જાહેર આરોગ્યને ગંભીર નુકસાન અને માનવ અધિકારનું હનન કરવા માટે જવાબદાર ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ગાયિકા કિંજલ દવે અને કાર્યક્રમના આયોજક સહિત જવાબદાર તમામ વિરૂધ્ધ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993ના લાગૂ પડતી જોગવાઈ મુજબ શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી જાહેર હિતમાં તાત્કાલિક કરવામાં આવે. કાર્યવાહી નહી થાય તો સરકાર અને કોર્ટનું અપઘાન થયેલું ગણાશે.

સામાજિક કાર્યકરે તો ગાયિકાનો બોયકોટ કરવા ફેસબુક પોસ્ટ કરી
સમગ્ર ભારતમાં અને રાજ્યમાં જ્યારે કોરોનનો ફેલાવો વધી રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોના મોત થઈ રહ્યા છે ત્યારે કોરોના ફેલાવનારને કોઈપણ સંજોગોમાં માફ કરી શકાય નહી. કિંજલ દવેની ઉપસ્થિતિના કારણે ભીડમાં વધારો થયો છે. કોરોનાનું સંક્રમણ વધે તેવા કાર્યક્રમમાં ઉપસ્થિત થઈને જાહેર આરોગ્યને ખૂબ મોટું નુકસાન કર્યું છે.આવા કલાકારોને સબક શીખવાડવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં બીજા કોઈ કલાકાર આવી હરકત કરશે. કિંજલ દવેએ કરેલી ભૂલ સામાન્ય ના હોય તેને પાઠ ભણાવવા માટે લોકોએ કિંગલ દવેનો બહિષ્કાર કરવો જોઈએ તેવી લોક લાગણી અનુભવાઈ રહી છે. એક જાગૃત નાગરિક તરીકે આપણે શું લાગે છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here