ગોંડલ પાટીદડ ગામે માથાભારે શખ્સે વૃદ્ધ ખેડૂતને જમીન બાબતે ધમકાવી ખેત મજુર ને માર માર્યો

0
305

ગોંડલ તાલુકાના પાટીદડ ગામે ખેડૂતને બે વીઘા જમીન બાબતે ધાક ધમકાવી મજુર ને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના પાટીદડ ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરતાં બાવનજીભાઇ રણછોડભાઈ વિરડીયા ઉંમર 75 ને રામા હરિભાઈ ગમારા તેમજ તેના પિતરાઈ ભાઈએ ખેતરે તેમજ ઘરે ધસી આવી ઘરના દરવાજામાં ઈંટ ના ઘા મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં ખેત મજુર જયશંકર બિહારીને ઢીકાપાટુનો મારમાર્યો હતો જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 504 506 323 324 447 114 તેમજ જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

પોલીસ ફરિયાદમાં વૃદ્ધ ખેડૂતે જણાવ્યું હતું કે રામા ને એક વર્ષ પહેલા તેના ભાઈ નો દસ્તાવેજ બતાવી કહ્યું હતું કે તમારી જમીનમાં મારી બે વીઘા જમીન નીકળે છે મને ખાલી કરી આપજે આ બાબતે અવારનવાર માથાકૂટ કરી ધાક ધમકી આપતો હતો આજે હદ વટાવી ઘર પર હુમલો કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here