ગીર ગઢડા ના પટેલપરા માં પુરષોતમ માસ નિમિતે ગોરબાઈ માનું પૂજન સહિતના ધાર્મિક કાર્યકમો પવિત્ર પુરષોતમ માસ એટલે ભજન. સત્સંગ.કીર્તન.દાન. પુણ્ય તેમજ ગોરબાઈ માનું પૂજા- અર્ચના.કરવાનો અધિકમાસ માસ દર ત્રણ વર્ષે આવેશે આ વર્ષે આસો માસ અધિક માસ છે . પટેલપરા માં સરકારી ગાઈડલાઇન નું પાલન કરી સોશ્યિલ ડિસ્ટર્ન સાથે ગોરબાઈ માનું પૂજન. આરતી. સત્સંગ કરવામાં આવે છે આજુબાજુ ના વિસ્તાર ના રહેવાસીઓ સુસ્ત પાલન સાથે સત્સંગ નો લાભ લેય છે.આ કોરોનાની મહામારી અને ભયકર રોગચાળા થી સર્વ જીવોને ભગવાન પુરષોતમ મુક્તિ અપાવે અને સર્વ નું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ