જેતપુરમાં એકને ગોળ, બીજાને ખોળ: LRD જવાનોની બદલી થતા અનેકવિધ ચર્ચાઓએ જોર પકડ્યું

0
465

જેતપુર પોલીસ કોઈ પણ રીતે ચર્ચામાં રહેવા ટેવાયેલી હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ જેતપુર માં ક્રાઈમ રેટ કુદકા મારી રહ્યો છે, જ્યારે બીજી તરફ પાડાનાં વાંકે પખાલીને ડામ આપતા હોય તેમ નવનિયુકત ચાર LRD જવાનની બદલી કરવામાં આવી છે. વર્ષોથી એક જગ્યાએ ચોંટેલા તેમજ મલાઈ ખાવા ટેવાયેલાનાં પ્રતાપે નવા નિશાળીયાઓને હેરાનગતિ નો સામનો કરવો પડી રહ્યો છે. જો કે પાડાને વાંકે પખાલીને ડામ આપવાની નીતિ-રીતીથી જેતપુર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

અચાનક જ ચાર નવા પોલીસ કોન્સ્ટેબલની બદલી થતા જેતપુર પોલીસમાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડયુ છે. જેતપુરમાં અસામાજીક તત્વોનો ત્રાસ હોવાં છતાં સ્થાનિક પોલીસ વહીવટમાં માહેર હોય તેમ લાગે છે. કારખાનાઓ પ્રદૂષણ ફેલાવીને પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યા છે, તે બાબતે પણ પોલીસ લાલિયાવાડી ચલાવી રહી છે. તેમજ કારખાનાં માલીકનાં નબીરાઓ કાંઈ અણછાજતું કરે ત્યારે પણ ખાઉકુ તેને છાવરીને પોતાના ખિસ્સા ટાઈટ કરતા હોંય તેવા અનેક બનાવો ભૂતકાળમાં બન્યા છે. તેમ છતાં એકને ગોળ અને બીજાને ખોળની કહેવતને સાર્થક કરતા હોય તેમ એક જગ્યાએ વર્ષોથી ચોંટેલાઓને યેનકેન રીતે છાવરવામાં આવે છે. જો કે આ પોલીસકર્મીઓ ટેબલ નીચે વ્યવહાર કેમ કરવો તે કળા સારી રીતે જાણે છે.
જ્યારે ફિક્સ પગારમાં નિમણૂંક પામેલા LRD જવાનો માત્ર પરસેવો પાડીને ફરજ બજાવવામાં હોંશિયાર છે, તેથી જ આવા નિષ્ઠાવાન પોલીસકર્મીઓનો ભોગ લેવાય છે. LRD જવાનોની હેડક્વાર્ટરમાં બદલી અને ખાઉકુંને શીરપાવ મળતો હોવાની ચર્ચા જેતપુરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here