બાળકો વાંચન ટેવ ભૂલી ન જાય તે માટે મહિલા આચાર્યા ઘરે ઘરે પુસ્તકો આપવા જાય છે

0
109
  • બાળકો શાળાની લાઈબ્રેરીમાં આવી ન શકતા અભિયાન શરૂ કરાયું

હાલમાં જ્યારે કોરોનાની પરિસ્થિતિમાં કોરોનાની વૈશ્વિક મહામારીમાં શાળાઓ બંધ છે, પરંતુ શિક્ષણ બંધ નથી. બાળકો વાંચનની ટેવ ન ભૂલી જાય તે માટે શાળા નંબર 93 મહિલા આચાર્ય વનિતાબેન રાઠોડ ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓના ઘરે પુસ્તક દેવા જાય છે. બાળકોને પુસ્તક વિતરણ કરવા માટે રોજની ત્રણ કલાક ફાળવે છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય એ માટે તેઓ પોતાના એક્ટિવામાં જાય છે. શાળા બંધ છે. જેને કારણે વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં આવી શકતા નથી. તેથી આ પ્રવૃત્તિ શરૂ કરી છે. વિદ્યાર્થીઓ પણ પોતે જે પુસ્તક વાંચ્યું હોય એનો ટૂંક સાર શાળાના વોટ્સએપ ગ્રૂપમાં મોકલે છે.

શાળા નંબર 93 માં વિદ્યાર્થીઓ માટે ખાસ લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે. આ શાળામાં એવી સિસ્ટમ રાખવામાં આવી છે કે દર મહિનાની પહેલી તારીખે શિક્ષકો હોય તેઓએ ઓછામાં ઓછા 10 પુસ્તક આપવાના. શિક્ષકના જન્મ દિવસ નિમિત્તે તેને શાળાને 50 પુસ્તક ભેટમાં આપવાના હોય છે અને વિદ્યાર્થીઓ હોય તેઓ ચોકલેટ વિતરણ કે ખોટા ખર્ચ કરવાને બદલે 10 પુસ્તક શાળાની લાઇબ્રેરીમાં ભેટ આપે છે.આ ઉપરાંત એન.જી.ઓ. અને પુસ્તકપ્રેમી તરફથી પુસ્તકો દાનમાં મળે છે. તાજેતરમાં જ લોકડાઉન દરમિયાન આ રીતે 800 પુસ્તક શાળાને ભેટ આપવામાં આવ્યા હતા.

આ બધા પુસ્તકો મળીને કુલ 10 હજાર પુસ્તકો શાળાની લાઈબ્રેરીમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે શાળા ચાલુ હતી ત્યારે રોજ એક કલાક લાઇબ્રેરીમાં દરેક વિદ્યાર્થીઓને પુસ્તક ફરજિયાત વાંચવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. અને તેને જે વાંચ્યું હોય તે પ્રાર્થના પૂરી થયા બાદ દરેક ટૂંકો સાર કહેવાનો. જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને પણ આ માહિતી મળે. હાલ જે પુસ્તક આપવામાં આવે છે તેની નોંધ રાખવામાં આવે છે. જો પુસ્તક ફાટી જાય કે બગડી જાય તો પણ વિદ્યાર્થીઓ પાસે દંડ વસૂલ કરવામાં આવતો નથી. આના પરથી એ સાબિતી મળે કે બાળકે પુસ્તક હાથમાં લીધું છે અને તે વાંચ્યું છે. નજીક નજીકમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ ઈન્ટર એક્સચેન્જ કરી લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here