હાથમાં પત્નીનું કાપેલું માથું અને ખભા પર હથિયાર લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો પતિ અને કહ્યું….

0
234

લગ્નેતર સંબંધોનો અંત દુખદ જ હોય છે. આવા કિસ્સામાં પ્રકાશમાં આવે ત્યારે પતિ-પત્નીના લગ્ન જીવનમાં ભંગાણ સર્જાય છે. પરંતુ ક્યારેક એવી ઘટના બને છે જે તમને હચમચાવી દે છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના બાંધામાં બની છે. ઉત્તર પ્રદેશના હાથરસ કાંડની અગ્નિ શાંત થઈ નથી તેવામાં વધુ એક હિચકારી ઘટના સામે આવી છે. 
 

યુપીના બાંધામાં 36 વર્ષની મહિલાને પાડોશમાં રહેતા 26 વર્ષન યુવક સાથેના સંબંધ બંધાયા હતા. આ પ્રેમ સંબંધ શરુઆતમાં તો કોઈને ખબર ન પડે તે રીતે પાંગર્યો પરંતુ જ્યારે આ વાતની જાણ મહિલાના પતિને થઈ ત્યારે જે ઘટના બની તે આજ સુધી કદાચ તમે ટીવી સીરીયલોમાં કે ફિલ્મોમાં જ જોઈ હશે. કારણ કે મહિલાના પતિએ જે મહિલા સાથે કર્યું તે કરવાની કલ્પના પણ કોઈ સામાન્ય માણસ કરી ન શકે. 
 

લોકડાઉન પહેલા આ મહિલાનો પતિ પ્રયાગરાજમાં નોકરી કરતો હતો. પરંતુ લોકડાઉન બાદ તેને ઘર પરત ફરવું પડ્યું. ત્યારબાદ તે બાંદામાં જ કામ કરવા લાગ્યો પરંતુ જ્યારે તે પ્રયાગરાજમાં નોકરી કરતો ત્યારે તેની પત્નીના અન્ય યુવક સાથે સંબંધ બંધાયા હતા. આ વાતની જાણ પતિને થોડા સમયમાં થઈ ગઈ.  આ અંગે અનેકવાર બંનેના ઝઘડા પણ થયા. તેમ છતાં જ્યારે તે કામ પર જતો ત્યારે તે યુવક તેના ઘરે આવતો અને પત્ની સાથે સંબંધ માણતો. 
 

આ વાતની જાણ થયા બાદ રોષે ભરાયેલા પતિએ આ ખેલ ખતમ કરવાનો નિર્ણય કર્યો અને એક દિવસ જ્યારે તેની ગેરહાજરીમાં તે યુવક તેના ઘરે ગયો ત્યારે તે પણ પહોંચી ગયો અને પોતાની પત્ની અને અન્ય યુવકને સાથે જોયા ત્યારે ગુસ્સામાં તેણે ધારદાર હથિયાર વડે પત્નીનું માથું એક ઘામાં ધડથી અલગ કરી દીધું. વાત ત્યાં જ પુરી નથી થતી તે પત્નીનું માથું હાથમાં પકડી અને જાહેર રસ્તા પર ચાલતો ચાલતો પોલીસ સ્ટેશન સુધી ગયો. 
 

પોલીસ સ્ટેશનમાં પણ અધિકારીઓના હોશ તેને જોઈ ઉડી ગયા. વ્યક્તિએ ત્યાં પહોંચી માથુ અને હથિયાર જમીન પર રાખ્યા અને પોતે ખુરશીમાં બેસી ગયો. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને પુછપરછ કરી હતી. પોલીસને તેણે જણાવ્યું કે તે પત્નીના આડા સંબંધથી પરેશાન હતો. પોતે કામે જતો અને બાળકો શાળાએ જાય એટલે તેની પત્ની પાડોશી યુવકને બોલાવી લેતી હતી. તેને અનેકવાર સમજાવી પણ તે ન માની, જેનું પરિણામ તેનું મોત આવ્યું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here