ખરાબ ભોજન લેવાથી મિત્રનો જીવ ગયો તો લંડનની નોકરી છોડીને ખેતી શરૂ કરી, ખેતી શિખવાડવા માટે બાળકોની સ્કૂલ પણ ખોલી, 60 લાખનું ટર્નઓવર

0
113

નેહા ભાટિયાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી માસ્ટર્સ કર્યું છે. છેલ્લાં ત્રણ વર્ષથી તે ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહી છે.

  • નેહા 16 એકર જમીન પર ખેતી કરે છે, જેમાં નોઇડામાં ત્રણ એકરમાં શાકભાજી, મુઝફ્ફરનગરમાં 12 એકરમાં ફળ, ભીમતાલમાં એક એકરમાં ઓર્ગેનિક હર્બની ફાર્મિંગ કરે છે.
  • તે પોતાની પ્રોડક્ટ ઓનલાઇન પણ વેચે છે, દર મહિને લગભગ 500 ઓર્ડર આવે છે, જે ખેડૂત પોતાનું ઉત્પાદન માર્કેટ સુધી લઈ જઈ શકતા તેમની પ્રોડક્ટ પણ નેહા ઓનલાઇન વેચે છે.

આગ્રાની રહેવાસી નેહા ભાટિયા દિલ્હીમાં ઊછરી, જે બાદ તે લંડન ચાલી ગઈ, જ્યાં તેણે 2014માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી માસ્ટર્સ કર્યું. વર્ષ ત્યાં કામ કર્યા બાદ તે ઈન્ડિયા પરત આવી ગઈ. 2017માં તેણે ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી. આજે તે દેશમાં ત્રણ જગ્યાએ ખેતી કરે છે. જેમાંથી તે વર્ષે 60 લાખ રૂપિયાની કમાણી કરે છે, સાથે જ અનેક ખેડૂતોને ખેતીની ટ્રેનિંગ આપીને તેમનું જીવન સારું બનાવી રહી છે.

31 વર્ષની નેહા એક બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. તે કહે છે, “મેં ઘણા સમય પહેલાં નક્કી કર્યું હતું કે મારે બિઝનેસ કરવો છે, માત્ર પૈસા કમાવવા માટે નહીં, પરંતુ એના સોશિયલ બેનિફિટ અને સોશિયલ ઈમ્પેક્ટ પણ હોય. એનાથી લોકોને પણ ફાયદો મળે. જોકે ત્યારે ખેતી અંગે કંઈ જ વિચાર્યું ન હતું.”

નેહાએ 2017માં ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી હતી, આજે તે 16 એકર જમીન પર ખેતી કરી રહી છે.

નેહાએ 2017માં ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી હતી, આજે તે 16 એકર જમીન પર ખેતી કરી રહી છે.

નેહા જણાવે છે, “દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ હું એક સોશિયલ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાઈ ગઈ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા સહિત અને રાજ્યોમાં એજ્યુકેશન, હેલ્થ જેવા ઈશ્યુ પર કામ કર્યું. 2012માં લંડન ચાલી ગઈ. એ બાદ 2015માં ઈન્ડિયા પરત ફરી તો એક સોશિયલ ઓર્ગેનાઇઝેશન સાથે તે જોડાઈ ગઈ. તેણે લગભગ બે વર્ષ કામ કર્યું.”

તે અનેક ગામોમાં ગઈ, લોકોને મળી અને તેમની મુશ્કેલીઓને સમજી. તે વધુમાં કહે છે, આ દરમિયાન મેં અનુભવ્યું કે લોકો માટે સૌથી મોટી સમસ્યા હેલ્ધી ફુડ્સની છે, ગામડાંની સાથો સાથ શહેરોમાં પણ લોકોને યોગ્ય ખાવાનું નથી મળતું. આ કારણે જ મારા બે મિત્રોનાં મોત પણ નીપજ્યાં હતાં.”

નેહા કહે છે, “મિત્રોનાં મોત બાદ મને ઘણી જ તકલીફ થઈ. 2016ના અંતમાં મેં ક્લીન ઈટિંગ મૂવમેન્ટ લોન્ચ કરવાનો પ્લાન કર્યો, જેથી લોકોને સારું અને શુદ્ધ ખાવાનું મળી શકે. જેને લઈને રિસર્ચ કરવાનું શરૂ કર્યું, અનેક એક્સપર્ટ્સને પણ મળી. બધાએ એ જ કહ્યું કે જો યોગ્ય ખાવાનું જોઈએ તો એને ઉગાડવું પણ પડશે. જ્યારે અનાજ અને શાકભાજી જ કેમિકલ અને યુરિયાવાળા હશે તો એમાંથી બનતું ખાવાનું સારું કઈ રીતે હોય. ત્યારે મેં વિચાર્યું કે કેમ ન ખેતી જ કરવામાં આવે.”

નેહાના પતિ પુનિતે પણ નોકરી છોડીને તેની સાથે જોડાઈ ગયા છે, તે અકાઉન્ટ અને ફાઇનાન્સનું કામ સંભાળે છે.

નેહાના પતિ પુનિતે પણ નોકરી છોડીને તેની સાથે જોડાઈ ગયા છે, તે અકાઉન્ટ અને ફાઇનાન્સનું કામ સંભાળે છે.

નેહા કહે છે, “ખેતી સાથે મારે કોઈ લેવાદેવા ન હતી, મને તો ફાર્મિંગનું પ્રાથમિક જ્ઞાન પણ ન હતું. ફાર્મિંગ શરૂ કરતાં પહેલાં મેં 6-7 મહિના સુધી ટ્રેનિંગ લીધી, અનેક ગામડાંમાં ગઈ, ખેતી અંગે જાણકારી મેળવી, જે બાદ નોઇડામાં પોતાની બે એકર જમીન પર ઓર્ગેનિક શાકભાજીનું ફાર્મિંગ શરૂ કર્યું.”

તે વધુમાં કહે છે, “મારો પહેલો અનુભવ સારો ન રહ્યો. મોટા ભાગની શાકભાજી સડી ગઈ, કેટલીક શાકભાજી એટલા મોટા પ્રમાણમાં નીકળી ગઈ કે અમે એને માર્કેટમાં સપ્લાઈ જ ન કરી શક્યા. લોકોને ફ્રીમાં આપવા પડી. તકલીફ તો થઈ, પરંતુ હું હિંમત ન હારી. મારા હસબન્ડ પુનિત, જે એક કંપનીમાં બિઝનેસ કન્સલ્ટન્ટ હતા, તેમણે મારું મનોબળ વધાર્યું. થોડા દિવસ બાદ તેઓ પણ નોકરી છોડીને મારી સાથે જોડાય ગયા.”

નેહા કહે છે, બીજી વખત અમે ખેતી કરી તો સારોએવો પાક થયો. અમે માર્કેટમાં પોતે જઈને અમારી પ્રોડક્ટ ઈમ્પોર્ટ કરી, લોકોને મળીને અમારી શાકભાજી અંગે જણાવ્યું. થોડા દિવસ પછી જ અમને સારો રિસ્પોન્સ મળવા લાગ્યો, જે બાદ અમે એેનો વ્યાપ વધાર્યો. નોઇડા પછી વધુ બે જગ્યા મુઝફ્ફરનગર અને ભીમતાલમાં પણ ખેતી શરૂ કરી દીધી.

ઓર્ગેનિક ફાર્મિંગની સાથોસાથ નેહા બાળકોને ખેતી શિખવાડવા માટે સ્કૂલ પણ ચલાવે છે.

ઓર્ગેનિક ફાર્મિંગની સાથોસાથ નેહા બાળકોને ખેતી શિખવાડવા માટે સ્કૂલ પણ ચલાવે છે.

નેહા 15 એકર જમીન પર ખેતી કરે છે, જેમાં નોઇડામાં ત્રણ એકર જમીન પર શાકભાજી, મુઝફ્ફરનગરની 10 એકર જમીન પર ફળ અને ભીમતાલમાં બે એકર જમીન પર ઓર્ગેનિક હર્બનું ફાર્મિંગ કરે છે. તે લગભગ 50 જેટલી શાકભાજી ઉગાડે છે. તેમની ટીમમાં 20 લોકો કામ કરે છે. મોટી સંખ્યામાં ખેડૂતો પણ જાડાયા છે. તેની સાથે તે ફાર્મિંગ સ્કૂલ અને એગ્રો-ટૂરિઝમને લઈને પણ કામ કરે છે.

નેહા જણાવે છે, “શહેરના મોટા ભાગનાં બાળકો શાકભાજીને ઓળખી નથી શકતાં. તેમને એ પણ ખબર નથી હોતી કે બટાટા ઉપર ઊગે છે કે જમીનમાં, એનાં પાંદડાં કેવાં હોય છે, એથી અમે કેટલાક સમય પહેલાં ફાર્મિંગ સ્કૂલનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો. અલગ અલગ સ્કૂલનાં બાળકો સપ્તાહમાં એક દિવસ અમારે ત્યાં આવે છે અને ફાર્મિંગ અંગે શીખે છે. એક ડઝનથી વધુ સ્કૂલો સાથે અમે ટાઈ-અપ કર્યું છે. આગળ અમે એને મોટા લેવલ પર લઈ જવા માગીએ છીએ.”

સાથે જ અમે લોકો સમયાંતરે એગ્રો ટૂરિઝમ કેમ્પ પણ લગાવીએ છીએ, લોકોને પોતાના ફાર્મ પર આમંત્રિત કરીએ છીએ અને તેમને મનપસંદ ક્લીન ફુડ ખવડાવીએ છીએ, જેથી ઓર્ગેનિક ફુડ્સને લઈને તેમનો રસ વધે. દિલ્હી અને નોઇડાની આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો અમારે ત્યાં આવે છે, પોતાના સમગ્ર પરિવારની સાથે.”

નેહા જણાવે છે, અમે લોકો સમયાંતર એગ્રો ટૂરિઝમ કેમ્પ લગાવીએ છીએ, લોકોને અમારા ફાર્મ પર આમંત્રિત કરીએ છે અને તેમને મનપસંદ ક્લીન ફૂડ ખવડાવીએ છીએ.

નેહા જણાવે છે, અમે લોકો સમયાંતર એગ્રો ટૂરિઝમ કેમ્પ લગાવીએ છીએ, લોકોને અમારા ફાર્મ પર આમંત્રિત કરીએ છે અને તેમને મનપસંદ ક્લીન ફૂડ ખવડાવીએ છીએ.

તે આગળ વધુમાં કહે છે, “અમે પ્રોડિગલ ફાર્મના નામથી ઇ-કોમર્સ વેબસાઈટ પણ લોન્ચ કરી છે, જેના પર શાકભાજી, જ્યૂસ, અથાણાં, સોસ, મસાલા, ફ્રૂટ્સ જેવી પ્રોડક્ટ ઉપલબ્ધ છે, સાથે તે નાના ખેડૂતોની પ્રોડક્ટ પણ અમે સપ્લાઈ કરીએ છીએ, જેઓ માર્કેટમાં જઈને પોતાનો સામાન નથી વેચી શકતા કે જે પ્રોડક્ટ અમે પોતે નથી ઉગાડતા. દર મહિને 500થી વધુ ઓનલાઈન ઓર્ડર આવે છે. કોરોનાના સમયમાં ઓનલાઈન ડિમાન્ડ ઘણી જ વધી ગઈ હતી.”

નેહા કહે છે, અમે કોઈપણ પ્રોડક્ટ વેસ્ટ નથી કરતા, જે પ્રોડક્ટ માર્કેટમાં નથી મોકલી શકતા એનું પ્રોસેસિંગ કરાવીને બીજી પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ અને કસ્ટમર્સને આપીએ છીએ. આ સાથે જ અમે લોકો કોઈપણ પેસ્ટિઝાઈડ કે કેમિકલ યુઝ નથી કરતા. અમારું ફોકસ કોન્ટિટી પર નહીં, ક્વોલિટી પર હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here