દિવાળીમાં ગિફ્ટની આપ-લે કરવાનું વિચારતા હોય તો જાણી લો કરન્સી, કાચ, સ્ટીલ પર કેટલા સમય સુધી એક્ટિવ રહે છે કોરોના વાયરસ

0
80

ભારત સહિત દુનિયાભરમાં કોરોનાવાયરસ ના કેસ ફરીવાર ઝડપથી વધી રહ્યા છે અને કેટલાક દેશોમાં બીજી લહેર ચાલી રહી છે અને અમેરિકાની હાલત સૌથી વધુ ખરાબ યથાવત રહી છે ત્યારે રિસર્ચરોએ ફરીવાર અભ્યાસ કરીને એવું તારણ કાઢ્યું છે કે કોરોના મહામારી ના વાયરસ ગ્લાસ ,ચલણી નોટ અને સ્ટીલ પર 28 દિવસ સુધી રહે છે.


ઓસ્ટ્રેલિયાના નિષ્ણાંતોએ ઊંડો અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને એમણે એમ કહ્યું છે કે અત્યારે દુનિયાભરમાં ફરીથી કેસ વધી રહ્યા છે ત્યારે વાયરસ ના અમુક ચીજો પર ના લાંબા રોકાણને પગલે પણ ચેપ ફેલાઇ રહ્યો છે અને લોકોએ વધુ સાવધાની રાખવી પડે એવું છે.


ઓસ્ટ્રેલિયાના આ સંશોધકોએ દુનિયા આખીની જનતાને એવી સલાહ આપી છે કે વારંવાર હાથ ધોવાનું ચાલુ જ રાખો અને તમારા ઘરની અંદર અને બહાર પણ સ્વચ્છતા નું ધોરણ ખૂબ જ ઊંચું રાખો. ઓસ્ટ્રેલિયાની નેશનલ સાયન્સ એજન્સી દ્વારા છેલ્લા ઘણા દિવસોથી અભ્યાસ ચાલી રહ્યો હતો અને ત્યારબાદ તેમણે ભારે ચિંતાજનક વાત કરી છે.


ગ્લાસ તેમજ ચલણી નોટ પર અને સ્ટીલ પર 28 દિવસ સુધી વાયરસ રહે છે તેવા નવા ધડાકા બાદ લોકોમાં અને રાજ્ય સરકારો માં પણ ગભરાટ ફેલાઇ ગયો છે કારણકે ચલણી નોટ ને વારંવાર લોકો સ્પર્શ કરે છે તે જ રીતે સ્ટીલના વાસણો પણ દિવસમાં અનેક વખત હાથમાં લેવા પડે છે.


એ જ રીતે ગ્લાસમાં પણ 28 દિવસ સુધી વાઇરસ ટકી રહે છે ત્યારે ગ્લાસ નું ચલણ તો અત્યારે ઘરે ઘરે વધી ગયું છે અને તેને લીધે પણ વાયરસ વધુ પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે તેવી આશંકા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે અને દુનિયાભરની જનતાને એવી સલાહ આપી છે કે વાયરસ થી બચવા માટે વારંવાર હાથ ધોવા જરૂરી છે અને ઘરની અંદર તથા ઘરની બહાર ખૂબ જ સફાઈ રાખવી આવશ્યક બની છે નહીંતર વાયરસ ગમે ત્યારે લોકો ને વળગી શકે છે.

  • ઠંડીમાં વકરી શકે છે કોરોના સંક્રમણના કેસ: ડો. હર્ષવર્ધન
  • બહાર જવાને બદલે ઘરે જ પરિવાર સાથે તહેવારની ઉજવણી હિતાવહ રહેશે


દેશમાં વધી ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઠંડા વાતાવરણમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળે શકે છે. જેને લઇને કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી ડો. હર્ષવર્ધનને પણ ચિંતામાં વધારો કરતા સંકેત આપ્યા છે. રવિવારે યોજાયેલા એક સોશિયલ મીડિયા ઇન્ટરએક્શન કાર્યક્રમમાં સ્વાસ્થમંત્રીએ કહ્યુ કે,   2 એક રેસ્પિરેટ્રી વાયરસ છે અને આવા વાયરસ ઠંડા વાતાવરણમાં વધી શકે છે. તેમણે યુરોપીયન દેશોનો દાખલો આપતાં જણાવ્યું કે, બ્રિટન એવો દેશ  છે જ્યાં ઠંડા વાતાવરણમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો નોંધાયો હતો. આ મુદ્દે તેમણે ચેતવણી પણ આપી હતી કે, તહેવારો દરમિયાન બેદરકારી રાખતો તો કોરોના સંક્રમણ વિકરાળ રુપ ધારણ કરી શકે છે. આથી જ તહેવારોના દિવસોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ નિયમોનુ પાલન ખૂબ જ જરુરી નિવડશે. બહાર જવાને બદલે પરિવાર સાથે જ તહેવારની ઉજવણી કરવી હિતાવહ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here