અર્જુને કોરોના પોઝિટિવ વાઈફ નેહા સ્વામીનો બર્થડે સેલિબ્રેટ કર્યો, વાઈફના હાથે કેક ખાતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયો

0
269

ટીવી એક્ટર અર્જુન બિજલાનીની વાઈફ નેહા સ્વામીનો કોવિડ 19 રિપોર્ટ 4 ઓક્ટોબરે પોઝિટિવ આવ્યો હતો એ પછી તેના દીકરા અયાનનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન અર્જુને પોતાની કોરોના પોઝિટિવ પત્ની નેહાનો જન્મ સેલિબ્રેટ કર્યો છે. એક્ટર પહેલાં તેનો જન્મ દુબઈમાં સેલિબ્રેટ કરવાનો હતો પણ કોરોના સંક્રમિત થતા તેણે ઘરે જ નાનું સેલિબ્રેશન રાખ્યું હતું. આ દરમિયાન અર્જુને રિસ્ક લઈને વાઈફના હાથે કેક પણ ખાધી.

અર્જુને ઇન્સ્ટાગ્રામમાં સેલિબ્રેશનના કેટલાક વીડિયોઝ પણ શેર કર્યા છે. પહેલા તેણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ ક્વોરન્ટીન વાઈફ અને દીકરાના રૂમની બહાર ટેબલ પર કેક મૂકી હતી. નેહા તેને જોઇને ખુશ થઇ ગઈ અને તેણે કેક કાપી. કેક કટિંગ દરમિયાન અર્જુન વાઈફ અને દીકરાથી દૂર ઉભો રહીને બર્થડે સોંગ ગાઈ રહ્યો હતો.

પત્નીની જિદ્દ પર અર્જુન સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયો
કેક કટિંગ પછી નેહાને અર્જુનને કેક ખવડાવવી હતી. પહેલા તો અર્જુને ના પાડી કે, ‘અરે પાગલ હો ક્યાં!’ તેમ છતાં નેહા ના માની તો અર્જુને તેના હાથેથી કેક ખાધી. આ દરમિયાન અર્જુને કહ્યું કે, ‘તારા માટે હું આ પણ કરી શકું છું.’ વીડિયોમાં તેણે કહ્યું કે, ‘મિત્રો મેં કેક ખાધી છે અને આ મારી જિંદગીનું સૌથી મોટું રિસ્ક હતું’

નેહાનો રિપોર્ટ આવ્યા પછી અર્જુન અને તેના દીકરાનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પણ PCR ટેસ્ટમાં અયાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હાલ નેહા અને તેનો દીકરો એક રૂમમાં ક્વોરન્ટીન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here