શાહરુખ, આમિર, સલમાન, કરણ જોહર સહિત 38 પ્રોડ્યુસરોએ બેજવાબદાર રિપોર્ટિંગ બદલ રિપબ્લિક TV અને ટાઇમ્સ નાઉ સામે દિલ્હી હાઇકોર્ટમાં કેસ કર્યો

0
152
 • ફરિયાદમાં મીડિયા ટ્રાયલ, સમગ્ર બોલિવૂ઼ડ અને તેમાં સામેલ લોકો સામે અપશબ્દોનો પ્રયોગ, રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ જેવી ફરિયાદો કરવામાં આવી છે
 • આ પ્રોડક્શન હાઉસોએ રિપબ્લિક ટીવી અને ટાઇમ્સ નાઉ અને તેના કર્તાહર્તાઓ સામે ફરિયાદ નોંધાવી છે
 • સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી પહેલી જ વાર સમગ્ર બોલિવૂડ એકસાથે વિરોધ કરવા આગળ આવ્યું છે

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ટેલિવિઝન ન્યૂઝ ચેનલોએ જે રીતે બૉલિવૂડને ટાર્ગેટ કરીને ચોવીસે કલાકની મીડિયા ટ્રાયલ શરૂ કરી હતી તેની સામે હવે બૉલિવૂડે કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. બૉલિવૂડનાં 38 પ્રોડક્શન હાઉસ અને સંસ્થાઓએ ન્યૂઝ ચેનલો સામે દિલ્હી હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. દાખલ થયેલી FIRમાં રિપબ્લિક ટીવી અને તેના અર્નબ ગોસ્વામી તથા પ્રદીપ ભંડારી ઉપરાંત ટાઇમ્સ નાઉ ચેનલનાં નવિકા કુમાર તથા રાહુલ શિવશંકરનાં નામો છે.

આખું બૉલિવૂડ એકસાથે
ફાઇલ થયેલી આ FIRમાં પહેલી જ વાર આખું બોલિવૂડ એકસાથે આવ્યું છે. તેમાં તમામ મોટાં પ્રોડક્શન હાઉસ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી સંસ્થાઓ સામેલ થઈ છે. આ લિસ્ટમાં શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, કરણ જોહર, અક્ષય કુમાર, અજય દેવગણ, આદિત્ય ચોપરા, ઝોયા અખ્તર, ફરહાન અખ્તર, સિદ્ધાર્થ રોય કપૂર, આર. બાલ્કી, રોહિત શેટ્ટી, અનુષ્કા શર્મા, રાકેશ રોશન, સાજિદ નડિયાદવાલા વગેરે તમામ મોટાં ફિલ્મમેકર્સનાં પ્રોડક્શન હાઉસ સામેલ છે. આ ઉપરાંત આ ફરિયાદ કરવામાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ઼્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા, સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન અને સ્ક્રીનરાઇટર્સ એસોસિએશન જેવી સંસ્થાઓ પણ સામેલ છે.

દાખલ થયેલી ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે બોલિવૂડ અને તેના સભ્યોની વિરુદ્ધ બેજવાબદાર, અપમાન જનક ટિપ્પણીઓ ન કરવી જોઇએ અને મીડિયા ટ્રાયલ ન ચલાવવી જોઇએ તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોના રાઇટ ટુ પ્રાઇવસીને માન આપવું જોઇએ.

ફરિયાદમાં એ પણ લખવામાં આવ્યું છે કે ચેનલોએ ‘ડર્ટ’ (ધૂળ), ‘ફિલ્થ’ (ગંદકી), ‘સ્કમ’, ‘ડ્રગીઝ’ (નશાના બંધાણી) જેવા અપમાનજનક શબ્દો અને ‘અરેબિયાનું તમામ પર્ફ્યૂમ પણ બોલિવૂડના અંદરખાને ખદબદતી ગંદકીની દુર્ગંધ છુપાવી શકશે નહીં’ જેવા શબ્દપ્રયોગો વાપર્યા હતા.

કેસ દાખલ કરનારાં પ્રોડક્શન હાઉસનું સંપૂર્ણ લિસ્ટ

 • ધ ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા (PGI)
 • ધ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA)
 • ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (IFTPC)
 • સ્ક્રીનરાઇટર્સ એસોસિએશન (SWA)
 • આમિર ખાન પ્રોડક્શન્સ
 • એડ-લેબ્સ ફિલ્મ્સ
 • અજય દેવગણ ફિલ્મ્સ
 • આંદોલન ફિલ્મ્સ
 • અનિલ કપૂર ફિલ્મ એન્ડ કમ્યુનિકેશન નેટવર્ક
 • અરબાઝ ખાન પ્રોડક્શન્સ
 • આશુતોષ ગોવારિકર પ્રોડક્શન્સ
 • BSK નેટવર્ક એન્ડ એન્ટરટેનમેન્ટ
 • કેપ ઓફ ગુડ ફિલ્મ્સ
 • ક્લીન સ્લેટ ફિલ્મ્સ
 • ધર્મા પ્રોડક્શન્સ
 • એમે એન્ટરટેનમેન્ટ એન્ડ મોશન પિક્ચર્સ
 • એક્સેલ એન્ટરટેનમેન્ટ
 • ફિલ્મક્રાફ્ટ પ્રોડક્શન્સ
 • હોપ પ્રોડક્શન
 • કબીર ખાન ફિલ્મ્સ
 • લવ ફિલ્મ્સ
 • મેકગફિન પિક્ચર્સ
 • નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેનમેન્ટ
 • વન ઇન્ડિયા સ્ટોરીઝ
 • આર. એસ. (રમેશ સિપ્પી) એન્ટરટેનમેન્ટ
 • રાકેશ ઓમપ્રકાશ મેહરા પિક્ચર્સ
 • રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ
 • રીલ લાઇફ પ્રોડક્શન્સ
 • રિલાયન્સ બિગ એન્ટરટેનમેન્ટ
 • રોહિત શેટ્ટી પિક્ચર્સ
 • રોય કપૂર ફિલ્મ્સ
 • સલમાન ખાન ફિલ્મ્સ
 • સિખ્યા એન્ટરટેનમેન્ટ
 • સોહેલ ખાન પ્રોડક્શન્સ
 • ટાઇગર બેબી ડિજિટલ
 • વિનોદ ચોપરા ફિલ્મ્સ
 • વિશાલ ભારદ્વાજ પિક્ચર્સ
 • યશરાજ ફિલ્મ્સ

TRP કૌભાંડ
ઉલ્લેખનીય છે કે રિપબ્લિક ટીવી હજુ ગયા અઠવાડિયે જ પૈસા આપીને ઊંચા TRP ખરીદવાના મુંબઈ પોલીસ દ્વારા કરાયેલા કેસમાં સંડોવાયેલું છે. હવે અત્યાર સુધી શાંત રહેલું બોલિવૂડ પહેલી જ વાર એકસાથે સામે આવ્યું છે. ત્યારે દિલ્હી હાઇકોર્ટ આ મુદ્દે કેવું વલણ લે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here