ટીવી એક્ટર અને બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આપધાત કર્યો છે. તેણે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને જીવન ટૂંકાવ્યું છે. સુશાંતસિહે એમ.એસ. ધોનીની બાયોપિકમાં કામ કર્યુ હતુ. તેના નોકરે પોલીસને તેનાં આપઘાત વિશે ફોન કરીને જાણ કરી હતી. તેના આપઘાત વિશે હજી કોઈ પણ કારણ સામે આવ્યુ નથી. ઘટના સ્થળે મુંબઈ પોલીસ તપાસ કરવા માટે પહોંચી હતી. તેમણે ઘટના સ્થળની મુલાકાત લઈને વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે અભિનેતા સુશાંતસિંહે એમ એસ ધોની, કાઈ પો છે, છીછોરે, કેદારનાથ, જેવી ફેમસ ફિલ્મમાં કામ કર્યું છે. ટીવી પર કારકિર્દીની શરૂઆત કરનાર સુશાંત સિંહ રાજપૂતે તાજેતરનાં વર્ષોમાં મોટા પડદા પર પોતાની નોંધપાત્ર હાજરી નોંધાવી હતી. સુશાંતે ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી કઇ પો ચે અને છીછોરે જેવી કેટલીક ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સુશાંત સિંહ રાજપૂતે તેની કારકિર્દીની શરૂઆત ટીવી સિરિયલો દ્વારા કરી હતી. મોટા પડદાની સાથે નાના પડદા પર પણ તેની ફેન ફોલોવિંગ ખૂબ જ હતી. પવિત્ર રિશ્તા તેમની સૌથી પ્રખ્યાત સિરિયલ રહી છે.