પવિત્ર પરસોતમ માસ ની આઠમના રોજ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વેરાવળ ની ગોકુલધામ સોસાયટીમા નંદમહોત્સવની ભારે આસ્થાભેર ઉજવણી

0
104

હિંડોળા દશઁન, મટકી ફોડ, રાસ ગરબા, ભજન કિતઁન સહીતના કાયઁક્રમ યોજાયા કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર વિશ્ર્વ કોરોનામુકત થાય તેવી ગોકુલધામ વાસીઓની પ્રાથઁના પવિત્ર પરસોતમ માસ મા ગોકુલધામ સોસાયટીમા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ તેમજ બાળપણની ઝાંખીનો અનેરો કાયઁક્રમ સોસાયટી ની બહેનો દ્રારા કરવામા આવેલ હતો .

ભગવાન શ્રી કૃષ્ણ નુ અનેક સ્વરુપ નો એક અનેરુ મહત્વ રહેલ છે જેમા જન્મોત્સવ હોય કે યુવાની કે ધમઁની રક્ષા . ત્યારે જ આ વષેઁ પવિત્ર પરસોતમ માસની ઉજવણી સમગ્ર દેશમાં બહેનો દ્રારા ગોરમા પૂજન સાથે દરરોજ કરવામા આવી છે સાથે આ કોરોના મહામારી માથી સમગ્ર વિશ્ર્વ મુકત થાય અને દેશ ભયમુકત બને તેવી પ્રાર્થના સાથે વેરાવળ ની ગોકુલધામ સોસાયટીના મહિલામંડળ દ્રારા પરસોતમ માસની આઠમના રોજ કૃષ્ણ જન્મોત્સવની ભારે આસ્થાભેર ઉજવણી કરવામા આવેલ હતી .જેમા સોસાયટીના ભાઇઓ તથા બહેનો જોડાયા હતા . ભગવાન શ્રી કૃષ્ણ ના હિંડોળા દશઁન , કૃષ્ણના જીવનની ઝાંખી , બાળકોને કૃષ્ણના પહેરવેશ , ભજન કિતઁન , રાસ ગરબા , મટકી ફોડ , અબીલ ગુલાલ ની છોળો સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે ગોકુલધામ કૃષ્ણમય બન્યુ હતુ . અને ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ભારે ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો જેમા માત્ર ગોકુલધામ સોસાયટીના રહીશો માટે જ કાયઁ ક્રમ રખાયો હતો . કૃષ્ણના જન્મ સમયની ઝાંખી , અને પ્રસાદનો લાભ લઈ સૌ ધન્ય બન્યા હતા

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here