રાજકોટમાં ધાકધમકી આપી બળજબરીથી 70 લાખ રૂપિયા કઢાવી લેનાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ

0
208

રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરમાં વ્યાજખોરો, ભૂમાફિયા તેમજ બળજબરીથી નાણા કઢાવી લેનાર ઇસમો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સચુનાઓ આપવામા આવેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયાના માર્યદશયન હઠેળ રાજકોટ શહેરમા વ્યાજખોરો, ભુમાફીયા તથા બળજબરીથી નાણા કઢાવી લેનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ જેમા
અગાઉ વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હાઓ દાખલ કરી ભોગબનનારને યોગ્ય ન્યાય મળી રહે તેવા તમામ પ્રયાસો કરવામા આવેલ છે.

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરીયાદી ધવલભાઇ ભરતભાઇ મીરાણી રહે પેડક રોડ શીવસૃષ્ટિ પાર્ક રાજકોટ વાળાઓ રૂબરૂ આવી પોતાની સાથે સને 2017થી આજ સુધી રાજકોટના રાકેશભાઇ ધીરજલાલ પોપટ તથા ભપુતભાઇ વીરમભાઇ બાબતુર ભરવાડ દ્વારા ધાકધમકી આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હાલ સુધમાં કુલ 70 લાખ રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલ હોવા બાબતેની હકીકત જાહરે કરેલ જેથી ક્રાઇમ બ્રાન્ચના PI વી. કે. ગઢવી અને મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયાને ફરીયાદીએ જાહરે કરેલ હકીકત બાબતે માહિતગાર કરતા તેઓ એ ફરીયાદીને રૂબરૂ સાભાંળી તે બાબતે PI વી. કે. ગઢવી નાઓને કાયદેરસની કાર્યવાહી કરવા સચુના આપેલ.

ગુન્હાહિત હકીકત
ફરીયાદી ધવલભાઇ ભરતભાઇ મીરાણીનાઓએ જાહરે કરેલ ગુન્હાની હકીકત જોતા આ કામના ફરીયાદી જેઓએ વર્ષ 2017મા કુવાડવા રોડ ઉપર આવેલ પ્લોટ ખરીદ કરવા ટોકન આપેલ જેથી આ કામના આરોપીઓ રાકેશભાઇ પોપટ તથા ભપુતભાઇ ભરવાડ નાઓએ રાકેશભાઇની ઓફિસ ખાતે ફરીયાદીને બોલાવી તેઓએ તેપ્લોટની ખરીદી કરેલ જેમા તેઓને બે કરોડનુ નુકશાન થયુ છે તેમ કહી ઓફિસની ઉપર આવેલ ફલેટ ખાતે ફરીયાદીને લઇ જઇ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી મારમારી નુકશાની પેટે 50,00,000 આપવાનુ જણાવી જે ફરીયાદી પાસેથી ફરીયાદીએ પ્રફુલભાઇ સાથે ભાગીદારી માં મકાન ખરીદ કર્યું હતું જેના 33,00,000 રૂપિયા પ્રફુલભાઇ પાસેથી લઇ તેમજ બાકીના 17,00,000 રૂપિયામાથી ફરીયાદી પાસેથી રૂપિયા 2,00,000 રોકડ મા તેમજ આરોપીઓ એ ફોર્ચ્યુનર કાર મકુેશભાઇ પટેલના નામે ખરીદ કરી અને જેના ફરીયાદી પાસે રૂપિયા 73,500ના કુલ 20 હપ્તા મળી કુલ
રૂપિયા 14,70,000 ભરાવડાવી તેમજ ઉપરના 30,000 ફરીયાદીએ રોકડમા મકુેશભાઇ પટેલને આપી દેવા છતા આરોપીઓએ વધુ બે હપ્તા ફોર્ચ્યુનર કારના ભરવા જણાવી ધમકીઓ આપી તેમજ ફરીયાદીએ જેન્તીભાઇ પટેલનુ એક કરોડનુ મકાન ખરીદ કરેલ તેમા આરોપીઓએ બળજબરીથી 25 ટકાના ભાગીદાર રહી ફરીયાદીને રૂપિયા 25,00,000 આપી બાદ છ-સાત માસ બાદ ભાગ છુટો કરવાનુ જણાવી બળજબરીથી રૂપિયા 25,00,000 ની સામે રૂપિયા 45,00,000 કઢાવી લઇ આમ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરીયાદી પાસે થી વર્ષ 2017થી હાલ સુધીમા કુલ 70 લાખ રૂપિયા બળજબરીથી કઢાવી લીધા મામલે ક્રાઇમ બ્રાન્ચ ખાતે IPS કલમ-૩૨૩,૩૮૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મજુ બ ગન્ુહો રજીસ્ટર કરવામા
આવેલ છે.

આરોપી
(1) રાકેશ ધીરજલાલ પોપટ
(2) ભપુત વીરમભાઇ બાબતુર ભરવાડ જેઓ પેડક રોડ ઉપર જલારામ ખમણની સામે જલારામ ઓફિસ રાકેશ પોપટની આવેલ છે ત્યા બેસે છે તેઓને પોલીસ દ્વારા પકડી પાડવામા આવેલ છે અને જેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી શરુ છે.

રાજકોટ શહેરની જાહરે જનતાને અપીલ કરવામા આવે છે કે ઉપરોકત આરોપીઓ દ્વારા કે બીજા કોઇ પણ માથા ભારે ઇસમો દ્વારા રાજકોટ શહેરમા કોઇ પણ વ્યક્તિ ધાકધમકીઓ આપી કેરકાયદેસર રીતે રૂપિયા કઢાવી લેવામા આવેલ હોય તો આવા ઇસમો થી ડર્યા વગર નિર્ભયતા થી રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરીને જાણ કરે જેથી રાજકોટ શહેર પોલીસદ્વારા સુરક્ષા પણ પુરી પાડવામાાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here