રાજકોટ સહિત રાજ્યભરના કોચિંગ ક્લાસીસના સંચાલકો શનિવારે ગાંધીનગરમાં ઘેરાવ સાથે વિરોધ

0
113

રાજકોટ સહિત રાજ્યભરના કોચિંગ ક્લાસીસ ઓનર્સ એસોસિએશનના સભ્યો આગામી શનિવારે ગાંધીનગર ખાતે વિધાનસભાને ઘેરાવ કરશે. અનલોક માં થિયેટરઓ,ગાર્ડન સહિત તમામ સેક્ટર ખુલી રહ્યા છે ત્યારે કોચિંગ ક્લાસીસ શા માટે લોક? તેવા પ્રશ્ન સાથે શનિવારે ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકો ગાંધીનગર જઇ જવાબ માંગશે.


બે દિવસ પહેલા ખાનગી ટ્યૂશન ક્લાસીસ સંચાલકોએ પણ આ મુદ્દે મૌન રેલી સાથે સરકારમાં રજૂઆત કરી હતી અને આ ક્લાસિસ શરૂ કરાવવા માટે એક વખત સંચાલકો સાથે મીટીંગ કરવા માટે માંગણી કરી છે તેમ છતાં સરકાર તરફથી આ મુદ્દે કોઈ પણ કાર્યવાહી હાથ નથી ધરાઈ ત્યારે આગામી શનિવારે ફરી એક વખત આ સંચાલકો ગાંધીનગર ખાતે વિરોધ વ્યક્ત કરશે.


રાજકોટ કોચિંગ ક્લાસીસ ઓનર એસોસિયેશનના પ્રતિનિધિ હાર્દિક ચંદારાણાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અનેક નાના-મોટા ક્લાસીસ ચાલે છે આ બધા સાથે અનેક શિક્ષકો અને તેમનો પરિવાર જોડાયેલો છે સાત મહિનાથી ક્લાસીસ ચાલુ ન થતાં આ શિક્ષકોના પરિવારની આર્થિક હાલત કફોડી થઈ છે તો અમારા માટે રાહત પેકેજ કેમ નહિ? સમાજના ઘડતરમાં મારા શિક્ષકોનો બહુ મોટો ફાળો છે.જો ક્લાસીસ ચાલુ થાય તો વિદ્યાર્થીઓની એકીસાથે નહિ બોલાવાય આમ પણ ક્લાસીસમાં દસથી વીસ વિદ્યાર્થીઓ ને બેસાડીને અભ્યાસ કરાવવા તો હોય છે. હવે કોચિંગ ક્લાસીસ શરૂ કરાવવા જોઈએ તેવી અમારી માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here