MLA રાઘવજીભાઈ પટેલ સહિત પાંચને છ મહિનાની સજા અને રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકારતી કોર્ટ.

0
712

2007માં કોંગ્રેસી  રાઘવજીભાઈ પટેલની આગેવાની હેઠળ ધ્રોલની સરકારી હોસ્પીટલમાં સુવિધા મામલે રેલી યોજી આવેદનપત્ર પાઠવવા દરમિયાન હોસ્પિટલ માં તોડફોડ અંગેના કેસ ચાલી રહ્યો હતો.

જેમાં આજે ધ્રોલ કોર્ટે જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ,પત્રકાર જીતુ શ્રીમાળી સહીત 5ને તકસીરવાન ઠેરવી સજા સંભળાવી છે, અગાઉ આ કેસ પરત ખેંચવા એપીપી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ કોર્ટ દ્વારા આ માંગણી ગ્રાહ્ય રાખવામાં આવી નહોતી નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ધારાસભ્યો અને સાંસદો સામેના કેસ ઝડપભેર ચલાવવા હુકમ કરવામાં આવ્યો છે.

વર્ષ 2007મો ધ્રોલ ખાતે કોંગ્રેસી ધારાસભ્ય અને હાલના ભાજપના જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય રાધવજીભાઈ પટેલ અને તેમના ટેકેદારો તેમજ પત્રકારો સહિતના લોકો સામે પલ્લિક પ્રોપટી ડેમેજીસ એકટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો.હતો જે અંગેનો કેસ 12 વર્ષ સુધી ચાલ્યા બાદ અદાલત સમક્ષ પેન્ડિગ ફોજદારી કેસ નં 128/2008 વિથ ડ્રો કરવા માટે પરવાનગી માંગતી અરજી નામદાર ધ્રોલ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી દરમિયાન આજે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ કેસમાં જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ પત્રકાર જીતુ શ્રી માળી સહીત પાંચને ધ્રોલ કોર્ટે છ માસની સજા અને 10 હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે, જો કે તમામ હાલ જામીન મુક્ત થયાનું જાણવા મળે છે


અહેવાલ- સાગર સંઘાણી, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here