ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના કુલ પાંચ ગામોની 250 બહેનોને આર્થિક બાબતે કેવી રીતે કામ કરીને પોતાના પગભર કેવી રીતે બની શકાય તે બાબતે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં ગીર ગઢડા તાલુકાના સી.આર.પી મકવાણા મંગળાબેને ગીર ગઢડા તાલુકાના અલગ-અલગ ગામડાઓમાં જઈ ને કાપડ ઉદ્યોગ ભરતગુંથણ સિલાઈ કામ વણાટકામ અથાણા બનાવવા જેવા અનેક કામ વિશે તેમજ તેમના માર્કેટિંગ વિશે ચર્ચા વિચારણા કરી હતી અને કોરોના મહામારી ના કપરા સમયમાં આર્થિક રીતે મૂંઝાયેલા બહેનોને હિંમત આપી તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયાસ કર્યો હતો જે બદલ બહેનોએ સી.આર.પી બહેન નો તેમજ મહિલા સામખ્ય નો આભાર માન્યો હતો

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ