રાજકોટમાં કોરોનાથી 7ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 7421 પર પહોંચી, 858 દર્દી સારવાર હેઠળ, સિવિલમાં 60 ટકા બેડ ખાલી

0
95
  • મંગળવારે રાજકોટમાં 104 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી 7ના મોત થયા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 7421 પર પહોંચી છે. જેમાંથી 858 દર્દીઓ રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મંગળવારે રાજકોટમાં 104 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો થતાં સિવિલમાં 60 ટકા બેડ ખાલી જોવા મળી રહ્યાં છે. મહત્વનું છે કે ગઈકાલે 5 દર્દીના મોત થયા હતા. જેમાંથી એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું ન હોવાનું ઓડિટી કમિટીના રિપોર્ટ બતાવવામાં આવ્યું છે.

60 ટકા બેડ ખાલી, સિવિલમાં 570ની ક્ષમતા સામે 237 દર્દી
રાજકોટમાં છેલ્લા એક માસમાં પ્રથમ વખત નવા કેસની સંખ્યા ઘટીને મંગળવારે 110 થઈ છે. અત્યાર સુધી આ આંક સતત 130થી કરતા વધુ હતો. માત્ર દૈનિક કેસની સંખ્યા ઘટી છે એટલું જ નહીં પણ મંગળવારે 24 કલાકમાં સૌથી ઓછા 5 મોત નોંધાયા છે. રાજકોટમાં 20 દિવસ પહેલા હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે જગ્યા મળતી ન હતી પણ હવે સ્થિતિમાં સુધારો આવ્યો છે. એક સમયે સાવ ભરચક્ક રહેતી સિવિલ હોસ્પિટલમાં 570 દર્દીની ક્ષમતા સામે 500 દર્દી એડમિટ થયા હતાં. તે આંક મંગળવારે સવારે 237 થયો છે.

હવે 15 દિવસ લોકો સાચવી લ્યે તો દર્દીની સંખ્યા 50 થઈ જશે
કેસ ઘટી રહ્યા છે, ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી રહી છે તે ખૂબ જ સારી વાત છે પણ હવે જ સતર્કતાની જરૂર છે, કારણ કે તહેવારો આવી રહ્યા છે. દિવાળી સુધી આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતની કાળજી રાખીશું અને ક્યાંય બેદરકારી નહીં રાખીએ તો અત્યારે સિવિલમાં જે દર્દીઓની સંખ્યા 200ની ઉપર છે તે 50 પર આવી જશે અને જો તહેવારોમાં ચૂક થઈ તો 1થી 15 સપ્ટે. દરમિયાન જે ગંભીર સ્થિતિ હતી તેવી થવામાં વાર નહીં લાગે > ડો. હેતલ કયાડા, એડિ. સુપરિન્ટેન્ડેન્ટ કોવિડ હોસ્પિટલ

ગુરુવારથી રાજકોટના મુખ્ય ગાર્ડન ખૂલશે
લોકડાઉન બાદ મનપાએ ગાર્ડન ખોલવા માટે તૈયારી શરૂ કરી છે. જો કે શરૂઆતમાં માત્ર શહેરના મુખ્ય ગાર્ડન જ ખોલવામાં આવશે. સોસાયટીના ગાર્ડન હજુ બંધ જ રહેશે. આ ઉપરાંત પ્રદ્યુમ્નપાર્ક ઝૂ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ 20 ઓક્ટોબર બાદ ખોલવામાં આવશે. ગાર્ડનમાં પ્રવેશ માટે મનપાએ નિયમ નક્કી કર્યા છે અને તે મુજબ લોકોને પ્રવેશ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here