રખડતા ઢોરના મામલે કોંગ્રેસે પદયાત્રા યોજી આપ્યુ આવેદન

0
83
  • શાસક અને વિરોધ પક્ષ સાથે મળી ચૂંટણી પહેલા આ કાયમી પ્રશ્નનો ઉકેલ ન લાવી શકે ??


શહેરમાં એક હજાર કરતાં વધુ આખલા અને રખડતાં ઢોર રસ્તાઓ પર અડીંગો જમાવીને બેઠા અને ઉભા હોય છે. આખલા રસ્તાને અખાડો બનાવી કુસ્તી લડવા લાગે તેમાં અડફેટે ચડી જતા લોકોને ઈજાઓ પહોંચાડે છે. તેમજ વાહનોનો કચ્ચરણઘાણ કાઢી નાખે છે. નગરજનો તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા રખડતાં ઢોરના મુદ્દે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો અને ઢોરના ત્રાસથી પરેશાન નગરજનોની મુશ્કેલીને વાચા આપી હતી. કોંગ્રેસના કાર્યકરોએ મનપા કચેરીમાં જવા માટે ભારે સુત્રોચ્ચાર કયર્િ હતા. કમિશનરને આવેદન પત્ર પાઠવીને રખડતા ઢોરના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માગણી કરી હતી


ભાવનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસ અંગે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ માલધારી સમાજના પરંપરાગત વેશ ધારણ કરીને રેલી સ્વપે કોર્પોરેશન કચેરીએ પહોંચી કમિશનરને આવેદનપત્ર પાઠવી રખડતા ઢોર અંગે રજુઆત કરી હતી. ભાવનગર શહેરમાં વર્ષોથી રખડતા ઢોર અને આખલાઓ ત્રાસ છે. રખડતા ઢોરે અડફેટે લેતા તાજેતરમાં જ બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમજ ઘણાં લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. રખડતાં ઢોરને પકડી લેવા માટે અનેક લોકોએ રજુઆતો થઈ છે. આ અંગે  સાધારણ સભામાં પણ અનેકવાર પ્રશ્નો ઉઠયા હતા. અગાઉ જાગૃત નાગરિકે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં અને  કોર્પોરેશનના અધિકારીઓ દરેક વખતે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવાની ખાતરી આપે અને બે ચાર દિવસ ઢોર પકડવાની ઝુંબેશ ચાલે ફરી એ જ સ્થિતિ સર્જાઈ છે. જો કે, આમાં શાસક પક્ષની ઈચ્છાશક્તિ અને વિરોધ પક્ષના ખુલ્લા ટેકાનો પણ અભાવ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here