રાજ્યસભાની 11 સીટ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર, યુપીની 10 અને ઉત્તરાખંડની એક સીટ માટે ચૂંટણી

0
107
  • 9 નવેમ્બરે મતદાન બાદ 11 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે


ચૂંટણી પંચ દ્રારા રાજ્યસભાની 11 સીટો પર ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. જે મુજબ ઉત્તર પ્રદેશની 10 સીટો અને ઉત્તરાખંડની એક સીટ પર રાજ્યસભા ચૂંટણી યોજાશે. આ તમામ 11 સીટો પર 27 ઓક્ટોબરે ઉમેદવાર ફોર્મ ભરાશે અને 9 નવેમ્બરે મતદાન થશે. ચૂંટણી પરિણામ 11 નવેમ્બરે જાહેર કરાશે.


ઉલ્લેખનીય છે કે, 25 નવેમ્બપે ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના 10 સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. જેમાં સૌથી વધારે સપાના સભ્યો છે. ઉત્તરાખંડથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રાજ બબ્બરનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે.


બીજી તરફ યુપી વિધાનસભામાં વર્તમાન સમયમાં 395 ધારાસભ્યો છે અને 8 સીટો ખાલી છે. જેમાંથી સાત સીટો માટે પેટાચૂંટણી યોજાશે. યુપીમાં હાલમાં બીજેપી પાસે 306 ધારાસભ્યો છે જ્યારે 9 અપ્ના દળ અને 3 નિર્દળીય ધારાસભ્યોના સમર્થન મળેલ છે. બાકીમાં સપા 48, કોંગ્રેસ પાસે સાત, બસપાના 18 અને ઓમ પ્રકાશ રાજભર પાર્ટીના ચાર ધારાસભ્યો છે.


રાજ્યસભામાં કુલ 245 સભ્યો છે, જેમાંથી ભાજપ નેતૃત્વવાળા એનડીએ પાસે 100થી વધુ સભ્યો છે. બીજેપી 85, જેડીયુ 5, બીપીએફ 1, આરપીઆઇ 1, એનપીએફ 1, એમએનએફ 1 અને બાકીના સાત સભ્યો સાથે કુલ 101 સભ્યોનું સમર્થન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here