રાજકોટ આર.આર. સેલનો સપાટો: દ્વારકાના કલ્યાણપુરમાંથી થતી 14.42 કરોડની ખનીજ ચોરી પકડી, 8ની ધરપકડ

0
188

કડક પોલીસ અધિકારીની છાપ ધરાવતા પીએસઆઈ વી.બી. ચૌહાણ અને ટીમની કામગીરીથી ખનીજ માફિયાઓ રઘવાયા બન્યા !!!

રાજકોટ રેન્જની સૌથી મોટી ખનીજ ચોરી ઝડપી પડાઈ

દેવભૂમિ દ્વારકા/રાજકોટ: રાજકોટ રેન્જ આઇજી સંદીપ સિંહની સૂચના હેઠળ રાજકોટ આર.આર. સેલની ટીમે પીએસઆઈ વી.બી. ચૌહાણની આગેવાની હેઠળ દેવભૂમિ દ્રારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનનની પ્રવૃતિ કરતા આશરે અઢી કરોડના વાહનો (3 એસ્કેવેટર તથા 4 ડમ્પર) સહિત જમીન માલિક અને 8 લોકોને પકડી પાડ્યાં છે.
પોલીસે તમામની ધરપકડ કરી કરોડો રૂપિયાની ખનીજ ખનનની હેરાફેરી કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટની આર.આર. સેલે અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરીની પોલ ખોલી છે. અંદાજે 14.42 કરોડની ઐતિહાસિક ખનીજચોરી ઝડપી પાડી છે.

આરોપી
1. વાલાભાઇ કુલજીભાઇ પરમાર
2. ભાવેશભાઇ ગોવાભાઇ સુવા
3. રમેશભાઇ ભીખાભાઇ કરંગીયા
4. હમીરભાઇ નગાભાઇ કાંબરીયા 
5. મારખીભાઇ નેભાભાઇ બેલા
6. રતનજીભાઇ હમીરભાઇ મોરી
7. ધાધાભા રાયમલભા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here