ભૂમાફિયાની જેમ ટ્રેડ માફિયા સામે કાયદો ઘડવા ચેમ્બરની માગણી

0
81
  • માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ મુદ્દે પોલીસ તેમજ વિવિધ કોર્પોરેશન તરફથી વેપારીઓને થતી કનડગત તાકીદે બંધ કરાવવા રજૂઆત

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની નવી કમિટીઓમાંની એક ટ્રેડ કમિટીની મંગળવારે પહેલી મિટિંગ રાજ્યના વેપારી એસોસિએશન સાથે થઇ હતી. જેમાં વિવિધ ટ્રેડમાં વેપારીઓને પડી રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાના મુદ્દે વેપારીઓને પોલીસ અને કોર્પોરેશન તરફથી પરેશાન કરવામાં આવતા હોવાની ઉગ્ર રજૂઆત થઇ હતી. આ ઉપરાંત ભૂમાફિયાની જેમ ટ્રેડ માફિયા વિરુદ્ધ કાયદો બનાવા સમગ્ર રાજ્યના વેપારીઓની માંગ છે.

જીસીસીઆઇના ટ્રેડ કમિટીના ચેરમેન ગૌરાંગ ભગતે રાજ્યના વિવિધ વેપારી એસોસિએશનના પ્રમુખ સાથે ઓનલાઇન મીટિંગ કરી હતી. રાજ્યના વેપારીઓને પોલીસ અને કોર્પોરેશન દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને લઇને મોટી રકમનો દંડ કરતા હોવાથી નાના વેપારીઓએ ધંધો બંધ કરવાનો વારો આવ્યો છે. આ ઘટના સમગ્ર રાજ્યમાં બનતી હોવાથી ચિંતાનો વિષય છે. ભાડે વેપાર કરતા વેપારીઓને કોર્પોરેશનના ડબલ ટેક્સમાંથી તાત્કાલીક મુક્તિ આપવાની રજૂઆત થઇ હતી. વેપારીઓની કાયાદાકીય લડતને જલ્દી ન્યાય મળે તેવી રજૂઆત થઇ હતી.

પાર્કિંગ મુદ્દે પરેશાની દૂર કરવાની માગ

  • સરકારે ભૂમાફિયાની જેમ ટ્રેડ માફિયાઓ માટે પણ કડક કાયદા બનાવા.
  • ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માટે અલગ સચિવની નિમણૂક કરવી.
  • વેપારીઓ સારા વાતાવરણમાં ન્યાય મેળવી શકે તેવી દિવાની કોર્ટ.
  • પાર્કિગના પ્રશ્નોના જલ્દી ઉકેલ લાવી વેપારીઓને પરેશાન ન કરવા.
  • ટુ વ્હીલર પર નાના વેપારીઓ માલની હેરફેર પર મોટો દંડ ન કરવા.
  • 138ના કેસની સમયમર્યાદા નક્કી થવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here