આ 1 રૂપિયાના સિક્કાની કીંમત 25 લાખ, ખરીદવા માટે થઈ રહી છે પડાપડી

0
1840

જીવન સારી રીતે જીવી શકાય તે માટે પૈસા કમાવા લોકો દિવસ-રાત દોડધામ કરતા હોય છે તેવામાં જો માત્ર એક રુપિયો તમને લખપતિ બનાવી દે તો ? આ વાત સાંભળવામાં કાલ્પનિક લાગશે પરંતુ આ વાત સાચી છે. જો કે આ એક રૂપિયો સામાન્ય નથી. તમારે લખપતિ બનવું હોય તો એક ખાસ સિક્કો તમારી પાસે હોવો જરૂરી છે. 


જો આ ખાસ 1 રૂપિયાનો સિક્કો તમારી પાસે હશે તો તેના બદલે તમને 25 લાખ મળી શકે છે.  તો ચાલો જણાવીએ તમને 1 રૂપિયાનો સિક્કો તમને કેવી રીતે બનાવી શકે છે લખપતિ. તમે કદાચ એ વાતથી અજાણ હશો કે કેટલાક લોકો જૂનવાણી વસ્તુ ખાસ કરીને ચલણી સિક્કા કે નોટની ખરીદી કરતા હોય છે. આવી વસ્તુઓની હરાજી થતી હોય છે. આવી જ રીતે એક સિક્કાની માંગ વધી છે જે સિક્કો વર્ષ 1913નો છે. 


1913માં બનેલો આ સિક્કો વિક્ટોરિયન કેટેગરીમાં સામેલ હોવાથી તેની માંગ વધી છે. ખાસ વાત એ છે કે આ સિક્કો દુર્લભ હોવાથી જેમની પાસે આ સિક્કો હોય તેને 25 લાખ રૂપિયા મળી શકે છે. આ વેચાણ અને ખરીદી ઈન્ડિયામાર્ટ નામની વેબસાઈટ પર થાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here