રાજકોટ માર્કેટ યાર્ડમાં ૬૦,૦૦૦ ગુણી મગફળી ઠલવાઇ: ભાવ રૂપિયા ૧૦૫૮

0
143
  • ટેકાના ભાવ રૂા.૧૦૫૫ કરતા બજાર ભાવ વધુ ઉપજયા


રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસ સુધી આવક બધં રાખ્યા બાદ ફરી મગફળીની આવક શ કરાતા આજે ૬૦,૦૦૦ ગુણી મગફળીની આવક થઇ હતી.  ટેકાનો ભાવ .૧૦૫૫ છે જેની સામે આજે બજારભાવ .૧૦૫૮ સુધી ઉપજયો હતો.


રાજકોટ માર્કેટ યાર્ડના અનાજ વિભાગના વેપારી વર્તુળોએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મગફળીના ફકત ઉભા પાલની આવક ગઇકાલે રાત્રિના ૮ વાગ્યાથી આજે સવારના ૮ વાગ્યા સુધી કરાઇ હતી જેમાં કુલ ૬૦,૦૦૦ ગુણી મગફળીની આવક થઇ હતી. ખાસ કરીને ૬૬ નંબર મગફળીમાં ભાવ .૧૦૫૮ ઉપજયો હતો, યારે અન્ય વિવિધ પ્રકારની મગફળીમાં ભાવ .૮૦૦થી ૧૦૦૦ રહ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here