લીંબડી ની બેઠક પર ભાજપ્ના ઉમેદવાર કિરીટસિંહ રાણા આવતીકાલે ફોર્મ ભરશે

0
99
  • સાંજ સુધીમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરે તેવી સંભાવના


ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે 8 માંથી 7 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે. એકમાત્ર લીંબડી બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત બાકી રાખી હતી. લીંબડી બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે. કિરીટસિંહ રાણા આવતીકાલે વિજય મુહૂર્ત પર પોતાની ઉમેદવારી નોંધાવશે.


કિરીટસિંહ રાણા આ અગાઉ અને લીમડી બેઠક પરથી ચૂંટાયેલા હતા. તેઓ 1995-1997, 1998-2002, 2007-2012, 2013-2017 માં ધારાસભ્ય પદે રહ્યાં હતા. તો 1998-2002 અને 2007-2012 ની ટર્મમાં 2 વાર રાજયકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે.


બંને રાજકીય પક્ષોએ લીંબડી બેઠક માટે ઉમેદવારાના નામની જાહેરાત બાકી રાખી હતી. બંને પક્ષો માટે આ બેઠક પર જ્ઞાતિ ના સમીકરણો ના કારણે કોકડુ ગૂંચવાયેલું હતુ. લીંબડી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ-ભાજપ્ની મૂંઝવણ વધી હતી. કારણ કે, બંને રાજકીય પાર્ટીઓ ક્ષત્રિય-કોળી પટેલનામતો ના રાજકીય ગણિતમાં અટવાઈ હતી.


બંને રાજકીય પાર્ટી કોને ટિકિટ આપવી એને લઇ મોટી મૂંઝવણ હતી. ભાજપ ઉમેદવારની જાહેરાત બાદ કોંગ્રેસ જ્ઞાતિ સમીકરણ મુજબ નામ જાહેર કરશે તેમ માનવામાં આવી રહ્યું છે આજ સાંજ સુધીમાં કોંગ્રેસ દ્વારા લીંબડીના ઉમેદવારના નામની જાહેરાત થઇ શકે છે. ભાજપમાં પહેલેથી જ કિરીટસિંહ રાણાનું નામ ચચર્મિાં હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here