માળિયા તાલુકાના માણાબા અને ખાખરેચી ગામ વચ્ચે કારખાનામાં મહિલાને પ્રસૃતિ પીડા ઉપડી હોય જેથી ૧૦૮ ટીમ પહોંચી હતી જોકે હોસ્પિટલ પહોંચાડવાનો સમય ના રહ્યો હોય જેથી સ્થળ પર જ ડીલીવરી કરાવી માતા અને બાળકને નવજીવન આપ્યું હતું.માંણાબા અને ખાખરેચી નજીક આવેલ કારખાનામાં વહેલી સવારે ૧૦૮ ને કોલ મળ્યો હતો કે એક મહિલાને પ્રસૃતિ પીડા ઉપડી હોય જેથી ૧૦૮ ના વિજયભાઈ દૂધરેજિયા અને પાઈલોટ ધર્મેન્દ્રભાઈ બકુત્રાની ટીમ પહોંચી હતી જ્યાં મહિલા રાધાબેન જુવાનસિંગ સિંગડની તપાસ કરતા સ્થળ પર જ ડીલીવરી કરવી પડે તેમ લાગ્યું હતું જેથી ૧૦૮ ટીમે સ્થળ પર જ ડીલીવરી કરાવી હતી તો બાળકના ગળામાં કોડ વીંટળાયેલ હોય અને ડીલીવરી બાદ બાળક રડતું પણ ના હોય જેથી ઈઆરસીપી અને ઇએમઈ વિરાટભાઈના માર્ગદર્શનથી અને ઇએમટીની કોઠાસૂઝથી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો.બાદમાં બાળક અને માતાને વધુ સારવાર માટે જેતપર સરકારી દવાખાને રીફર કરવામાં આવ્યા હતા અને ૧૦૮ ટીમે કોઠાસૂઝ વાપરી માતા અને બાળકને નવજીવન આપી પ્રસંશનીય કામગીરી કરી હતી.