રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીમાં સૌથી મોંઘી કોથમીર: ૧૦૦ની કિલો

0
86

રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં શાકભાજીમાં આજે કોથમીર સૌથી મોંઘી રહી હતી. હરરાજીમાં પ્રતિ કિલોગ્રામ દીઠ રૂ.૧૦૦ના ભાવે વેચાઇ હતી.રાજકોટના જુના માર્કેટ યાર્ડ સ્થિત શાકભાજી વિભાગના વેપારી વર્તુળોએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિમાં લીંબુ, આદુ, કોથમીર, ટમેટા, ડુંગળી જેવા વિટામીનથી ભરપુર અને રોગપ્રતિકારક શક્તિ વધારતા શાકભાજીનો ઉપાડ છેલ્લા છ મહિનાથી ખૂબ જ વધ્યો છે, આવક કરતા માંગ વધુ રહેતી હોય ભાવ વધ્યા છે. જો કે દશેરા પર્વ બાદ સ્થાનિક તેમજ આંતરરાજ્ય શાકભાજીની આવક પુષ્કળ માત્રામાં થશે તેથી શાકભાજીના ભાવ ઘટી જશે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં હોલસેલ ભાવે રૂ.૧૦૦ની કિલો વેચાઇ રહેલી કોથમીર શહેરની રિટેલ શાકમાર્કેટો અને સોસાયટીઓના ફેરિયાઓ દ્વારા રૂપિયા ૧૫૦થી ૨૦૦ની કિલો વેચાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here