ગઢડા વિધાનસભાની પેટાચૂંટણી, કાર્યાલયના ઉદઘાટનમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ યુવા ભાજપના મહામંત્રી સામે પોલીસ ફરિયાદ

0
114

9 ઓક્ટોબરે ગઢડા પટેલ સમાજની વાડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.

  • એક તરફ નવરાત્રિ સહિતના કાર્યક્રમો સરકારે રદ કર્યા અને બીજી તરફ રાજકીય પક્ષો સભા કરી જાહેરનામાનો ભંગ કરે છે
  • ગઢડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી, 9 ઓક્ટોબરે ઉદઘાટનનો કાર્યક્રમ હતો

ગઢડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 9 ઓક્ટોબરના રોજ ગઢડા પટેલ સમાજની વાડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ગોરધન ઝડફિયા સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. હાલ કોરોના મહામારીને કારણે કાર્યકરો અને નેતાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ ગઢડા પોલીસે પ્રથમ વખત સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ફરિયાદ દાખલ કરી છે. ગઢડા શહેર યુવા ભાજપના મહામંત્રી વિરુદ્ધ હેડ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી છે.

ગોરધન ઝડફિયા અને મંત્રી વિભાવરીબેન દવે વચ્ચે દો ગજ કી દૂરીનો અભાવ જોવા મળ્યો હતો.

ગોરધન ઝડફિયા અને મંત્રી વિભાવરીબેન દવે વચ્ચે દો ગજ કી દૂરીનો અભાવ જોવા મળ્યો હતો.

કોરોના સંક્રમણના ભય વગર કાર્યાલયના ઉદઘાટનમાં લોકો એકત્ર કર્યા હતા
ઉદઘાટન સમયે યોજાયેલી સભામાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમને નેવે મૂકીને કારોના સંક્રમણના ભય વગર કોરોનાની ગાઈડલાઈન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. પોલીસે શહેર યુવા ભાજપ મહામંત્રી દીપક સોની વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એક તરફ, કોરોના વાઇરસને લઈને નવરાત્રિ સહિતનાં આયોજનોને મંજૂરી આપવામાં આવતી નથી ત્યારે બીજી તરફ, ચૂંટણીને લઇને રાજકીય પક્ષો સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ઉલાળિયો કરી રહ્યા છે, એને લઇને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.

બે ખુરશી વચ્ચે અંતરનો અભાવ જોવા મળ્યો હતો.

બે ખુરશી વચ્ચે અંતરનો અભાવ જોવા મળ્યો હતો.

ગઢડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી
ગઢડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જામસંગભાઈ ડોડિયાએ ગઢડા ભાજપ યુવા મહામંત્રી દીપક સોની સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી હોય ત્યારે અનલોક-5માં ગુજરાત સરકાર દ્વારા જાહેર સભાની ગાઈડલાઈન્સ જાહેર કરી નથી. ખાનગી સ્થળોએ સભા કે મીટિંગ જેવા સામૂહિક કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. તેમ છતાં દીપક સોની દ્વારા આયોજિત કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં લોકો એકત્રિત કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયાનું માલૂમ પડ્યું હતું, આથી દીપક સોની વિરુદ્ધ સરકારની ગાઈડલાઈન્સ ભંગ કરી ઈ.પી.કો. કલમ 188 મુજબનો ગુનો દાખલ કર્યો છે.

કાર્યાલયના ઉદઘાટનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો પણ આવ્યાં હતાં.

કાર્યાલયના ઉદઘાટનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો પણ આવ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here