ગાંધીનગર ખાતે આજે મળેલી કેબિનેટની બેઠક બાજ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નવરાત્રી અંગે મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે નવરાત્રીમાં રાજ્ય સરકારે કોઈ મંદિર બંધ રાખવાના આદેશ આપ્યા નથી. જે તે ટ્રસ્ટ કે મંદિરોએ ત્યાંની સ્થિતિને ધ્યાને લઈ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત નવરાત્રી દરમિયાન મંદિરોમાં થતી પૂજા, આરતી, હવન વગેરે પણ કરી શકાય છે. પરંતુ જે જગ્યાએ વધારે લોકો એકત્ર થતા હોય ત્યાં એલઈડી સ્ક્રીન રાખવામાં આવે જેથી લોકો દર્શન કરી શકે અને તે પણ ભીડ વિના. આ સાથે જ અગાઉ જે વાત કરવામાં આવી હતી કે ભક્તોને પ્રસાદ આપવામાં નહીં આવે તે અંગે પણ ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે નવરાત્રી દરમિયાન ભક્તોને પેકેટમાં બંધ પ્રસાદી આપી શકાશે.