EPFOએ વ્હોટ્સએપ હેલ્પલાઇન સર્વિસ શરૂ કરી; હવે તમામ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ ફોન પર જ મળી જશે

0
100
  • કોઈપણ સબસ્ક્રાઇબર જે વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે તે આ સર્વિસ સાથે જોડાયેલી કોઈપણ પૂછપરછ માટે અથવા ફરિયાદ નોંધાવવા માટે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકશે
  • તમામ પ્રાદેશિક કચેરીઓના વ્હોટ્સએપ હેલ્પલાઇન નંબર EPFOની સત્તાવાર વેબસાઇટના હોમપેજ પર ઉપલબ્ધ છે

હવે EPFO સંબંધિત તમામ સમસ્યાઓનું નિરાકરણ તમને વ્હોટ્સએપ પર મળી જશે. રિટાયરમેન્ટ ફંડ સંસ્થા EPFOએ તેના સબસ્ક્રાઈબર્સ માટે વ્હોટ્સએપ હેલ્પલાઈન સર્વિસ લોન્ચ કરી છે. શ્રમ મંત્રાલયના મંગળવારે એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, આ સુવિધા EPFOની ફરિયાદોના નિરાકરણ માટે અન્ય પ્લેટફોર્મથી અલગ છે, એટલે કે આ સુવિધા EPFO પહેલાથી હાજર ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ્સ, જેમ કે EPFiGMS પોર્ટલ, CPGRAMS, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ફેસબુક અને ટ્વિટર) અને 24×7 કોલ સેન્ટર ઉપરાંત આ સુવિધા આપવામાં આવી રહી છે.

ભારતમાં વ્હોટ્સએપ યુઝર્સની સંખ્યા અંદાજે 40 કરોડ છે
હાલના સમયે વ્હોટ્સએપ સૌથી વધારે લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવતી એપ છે. વ્હોટ્સએપ પર દરેક વર્ગ અને દરેક પ્રકારના યુઝર્સ જોડાયેલા છે. આવી સ્થિતિમાં EPFOએ તેના તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે ડાયરેક્ટ જોડવા માટે આ સુવિધા શરૂ કરી છે. આ હેલ્પલાઈન નંબર EPFOની તમામ 138 પ્રાદેશિક કચેરીઓમાં શરૂ કરવામાં આવ્યો છે.

કોઈપણ સબસ્ક્રાઈબર્સ જે વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે તે આ સર્વિસ સાથે જોડાયેલી કોઈપણ પૂછપરછ માટે અથવા ફરિયાદ નોંધાવવા માટે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકશે. તમામ પ્રાદેશિક કચેરીઓના વ્હોટ્સએપ નંબર હેલ્પલાઈન નંબરો EPFOની સત્તાવાર વેબસાઇટના હોમપેજ https://www.epfindia.gov.in/site_en/Help.php પર ઉપલબ્ધ છે.

કોઈપણ સમસ્યા વગર સર્વિસ ચાલુ રહેશે
મંત્રાલય તરફથી એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, EPFOએ કોરોના વાઈરસ મહામારી દરમિયાન સબસ્ક્રાઈબર્સને અવિરત સર્વિસ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી વિક્ષેપ વગર આ પહેલ અંતર્ગત વ્હોટ્સએપ આધારિત હેલ્પલાઈન-કમ-ફરિયાદ નિવારણ પ્રણાલી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here