‘મેડમ સર’ ફૅમ એક્ટ્રેસ ગુલ્કી જોષી કોરોના પોઝિટિવ, રિપોર્ટ આવ્યા છતાંય મેકર્સે શૂટિંગ કરાવ્યું

0
132

ટીવી શોનું શૂટિંગ શરૂ થતાં જ સતત ટીવી સેલેબ્સ કોવિડ 19ની ચપેટમાં આવી રહ્યાં છે. નવીના બોલે, દેબીના બેનર્જી, ગુરમીત ચૌધરી, પ્રિયંકા-વિકાસ કલંતરી, શ્વેતા તિવારી, ઉર્વશી ધોળકિયા કોરોના પોઝિટિવ આવ્યા હતા. હવે એક્ટ્રેસ ગુલ્કી જોષીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કહેવાય છે કે ‘મેડમ સર’ શોમાં SHO હસીના મલિકનું પાત્ર ભજવનાર ગુલ્કીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાંય મેકર્સે શોનું શૂટિંગ બંધ કર્યું નહીં અને એક્ટ્રેસને બાકી વધેલા સીન પૂરા કરવાનું કહ્યું હતું.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ગુલ્કી જોષીને બે દિવસથી તાવ આવતો હતો અને પછી તેણે શૂટિંગમાંથી બ્રેક લીધો હતો. બ્રેક લઈને ગુલ્કી સેલ્ફ આઈસોલેટ થઈ હતી પરંતુ ઘરમાં વૃદ્ધ પિતા હોવાથી તેણે ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે એક્ટ્રેસ 25 ઓક્ટોબર સુધી હોમ ક્વોરન્ટિન રહેશે.

કોરોના પોઝિટિવ હોવા છતાંય ગુલ્કીએ શૂટિંગ કર્યું
હિંદી ન્યૂઝ પેપર અમર ઉજાલાના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું, ‘ગુલ્કીનો રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યો હતો પરંતુ મેકર્સ તરત જ શૂટિંગ બંધ કર્યું નહોતું. મેકર્સે એક્ટ્રેસને બાકી વધેલા સીન પૂરા કરવાનું કહ્યું હતું.’

કહેવાય છે કે ગુલ્કીના કોરોના પોઝિટિવ હોવાની વાત છુપાવવાનો ભરપૂર પ્રયાસ પ્રોડક્શન હાઉસે કર્યો હતો. પ્રોડક્શન હાઉસ સિરિયલની ક્રૂ તથા સ્ટાર-કાસ્ટના ટેસ્ટ ના કરાવવા પડે અને શૂટિંગ અટકાવવું ના પડે તે માટે પ્રયત્ન કર્યા હતા. જોકે, આ વાત બહાર આવી ગઈ હતી અને ચેનલે મેકર્સને કડક શબ્દોમાં પૂરી ટીમનો ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. ત્યારબાદ 13 ઓક્ટોબરના રોજ તમામ લોકોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here