નીલગિરી પર્વતોમાં બનેલા મિથુન ચક્રવર્તી સહિતની હસ્તીઓના રિસોર્ટ અને હોટલ તોડી પાડવા સુપ્રીમનો આદેશ

0
343

તમિલનાડુમાં બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી અને અન્ય જાણીતી હસ્તીઓના રિસોર્ટને તોડી પાડવામાં આવશે. આ આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ રિસોર્ટ નીલગિરીના પર્વતીય વિસ્તારના સંરક્ષિત એરિયામાં બનાવવામાં આવ્યા છે. 

નીલગિરીના પર્વતોના મદુમલાઈ ફોરેસ્ટ રેંજમાં અનેક લોકોએ રિસોર્ટ બનાવ્યા હતા. તેમાંથી મિથુન ચક્રવર્તી પણ એક છે. આ વિસ્તારમાં હાથી મોટી સંખ્યામાં રહે છે. રિસોર્ટ બનવાથી અહીં લોકો વધારે પ્રમાણમાં આવવા લાગ્યા છે જેના કારણે આ વિસ્તારમાંથી હાથી પલાયન કરવા લાગ્યા છે. 

આ મામલે એક કેસ વર્ષ 2011માં મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ થયો હતો. હાઈકોર્ટે પણ રિસોર્ટ તોડવાનો આદેશ કર્યો હતો. આ આદેશને મિથુન ચક્રવર્તી સહિતના લોકોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં અટકેલો હતો. આ કેસમાં આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે અને તમામ રિસોર્ટ તોડી પાડવા આદેશ કર્યો છે.  આ વિસ્તારમાં ખડકી દેવામાં આવેલા રિસોર્ટ ઉપરાંત કેટલીક હોટલોને તોડવાના આદેશ પણ સુપ્રીમ કોર્ટે કર્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here