ગીર સોમનાથ જિલ્લામાં ૧૪૫૮ દર્દીઓએ કોરોનાને મહાત આપી

0
78

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસને કારણે જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ દ્રારા સધન સારવાર કરવામાં આવે છે. જેના પરિણામે ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૪૫૮ દર્દી હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ થયેલ છે. જેમા ૦ થી ૧૦ વર્ષના-૧૫ દર્દી, ૧૧ થી ૨૦ વર્ષના ૭૯ દર્દી, ૨૧ થી ૩૦ વર્ષના ૩૦૫ દર્દી, ૩૧ થી ૪૦ વર્ષના ૩૩૦ દર્દી, ૪૧ થી ૫૦ વર્ષના ૨૮૪ દર્દી, ૫૧ થી ૬૦ વર્ષના ૨૬૭ દર્દી, ૬૧ થી ૭૦ વર્ષના ૧૧૫ દર્દી, ૭૧ થી ૮૦ વર્ષના ૫૪ દર્દી, ૮૦થી વધારે વર્ષના ૯ દર્દીએ કોરોનાને મહાત આપી સ્વસ્થ થયેલ છે. ગીર સોમનાથ જિલ્લામાં હાલમાં ૯૬ કોરોનાના કેસ એકટીવ છે. જેમા સીવીલ કોવિડ હોસ્પિટલ ખાતે ૨૨, પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલ ૧૦, કોવિડ કેર સેન્ટર ખાતે-૫, હોમ આઇસોલેટ-૫૯ સારવાર હેઠળ છે. તેમ આરોગ્ય વિભાગ ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.


અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here